Gujarat

અંકલેશ્વર : લુંટારુઓ અને પોલીસ વચ્ચે થયુ ધડાધડ ફાયરિંગ ! પોલીસે આવી રીતે સફળ ઓપરેશન કરી લુંટારુઓ ને દબોંચી લીધા….જાણો પુરી ઘટના

લૂંટની તો અનેક ઘટનાઓ બને છે પરંતુ હાલમાં અંકલેશ્વરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, કઇ રીતે અંકલેશ્વરમાં લુંટારુઓ અને પોલીસ વચ્ચે થયુ ધડાધડ ફાયરિંગ ! પોલીસે આવી રીતે સફળ ઓપરેશન કરી લુંટારુઓ ને દબોંચી લીધા. ખરેખર આ ઘટના એટલી હચમચાવી દેનાર છે કે તમારું હૈયું કંપી ઉઠશે. વાત જાણે એમ છે કે, અંકલેશ્વરની યુનિયન બેંકમાં ગુરુવારે  સાંજે લૂંટ થઈ હતી.

આ ઘટનામાં સૌથી પહેલા એક કોન્સ્ટેબલ ફક્ત લાઠી લઈને પાંચ બંદૂકધારી લૂંટારુઓને પડકાર્યા હતા, જેના કારણે આ લૂંટારુઓને રૂપિયા ભરેલી એક બેગ મૂકી દેવી પડી હતી. બાદમાં આ લૂંટ અંગે પોલીસને જાણ થતાં સામસામે ફાયરિંગની ઘટના પણ બની હતી અને એક લૂંટારુ પકડાઈ જતાં બીજા ચારને પણ ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવાયા હતા.

આ ઘટનામાં કોન્સ્ટેબલ ધર્મેદ્રસિંહ ઝાલાએ જણાવેલ કે , હું સામેની તરફ દુકાનમાં વસ્તુ લેવા ગયો હતો. એ લોકો મને મને શકમંદ લાગ્યા. એ લોકો માસ્કમાં હતા.. તો મને થયું કોરોનાનો ટાઈમ નથી તો આ માસ્ક પહેરીને કેમ જાય છે? મને થયું કે આ વ્યક્તિ બરોબર નથી લાગતા જેથી હું પેલી તરફ હતો ત્યાંથી આ લૂંટારુઓને જોતો હતો. મારી સામે જ એ બધા બેંકમાં ઘૂસ્યા હતા. હું સીધો બેંક તરફ ગયો. જ્યાં બહાર એક એક્ટિવાવાળો ઊભો હતો. એ બાઇક પર દંડો જોઈ ગયો તો મને કહ્યું કે સાહેબ જલ્દી અંદર બેંકમાં જાઓ. અંદર ચોર ઘૂસેલા છે

. એક્ટિવા ચાલકને કદાચ ખ્યાલ આવી ગયો હશે. એ બધાને ફોન કરતો જ હતો પણ હું સૌથી પહેલા પહોંચી ગયો અને બેંકમાં અંદર ઘૂસવા જ જતો હતો ત્યાં એ લોકો બહાર નીકળ્યા. ત્યારે મેં લાઠી કાઢી તો તેણે કટ્ટો કાઢ્યો અને મારી સામે મૂકી દીધો. ધમકી આપવા લાગ્યો કે ‘માર દૂંગા.’ મેં કહ્યું. ‘તુમ લોગ ભાગ નહીં શકતે પુલીસને ઘેર લિયા હૈ, યે છોડ દે ઔર સરન્ડર હો જા.’ મારી પાછળ બીજા બે જણ હતા એ મને ખ્યાલ નહોતો.

તેમણે મને કટ્ટો માર્યો અને પાડવાનો પ્રયત્ન કર્યો અને પછી સામે સામે ફાયરિંગ થયું. લૂંટારાઓને ભાગ્યા અને એ દરમિયાન તેમણે પૈસાનો થેલો એક જગ્યા સાચવીને મૂકી દિધો હતો. આખરે કોન્સ્ટેબલની સમયસૂચકતાને કારણે 22 લાખ રૂપિયા ભરેલો થેલો તેમણે પરત મેળવ્યો.એટલે સારું કામ થઈ ગયું. જેથી લૂંટારુ ભાગવામાં સફળ ના રહ્યો અને પકડાઈ ગયો, એના મોબાઈલમાંથી ડિટેલ કાઢીને બાકીના લોકોને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા.’

આ બહાદુર કોન્સ્ટેબલ મૂળ લખતરનાં છે અને ધર્મેન્દ્રસિંહના નાનાભાઈ દીપેન્દ્રસિંહ પણ પોલીસ કોન્સ્ટેબલ છે. તેઓ રાજકોટમાં ફરજ બજાવે છે. નાનાભાઈની સાથે માતાપિતા રહે છે. જ્યારે ધર્મેન્દ્રસિંહ પત્ની ને દીકરી સાથે હાલમાં અંકલેશ્વરમાં રહે છે. તેઓ 27 ફેબ્રુઆરી2016થી કોન્સ્ટેબલ તરીકે કાર્યરત છે અને LCB પોલીસ તથા સાયબર સેલમાં ફરજ બજાવી ચૂક્યા છે.

ધર્મન્દ્રસીહ પકડવામાં તો નિષ્ફળ ગયેલા પણ ભરૂચ પોલીસે આ ચારેય લૂંટરાઓને પકડી પાડ્યા હતા. સીસીટીવી ફુટેઝ દ્વારા જાણાવ મળ્યું હટી કે,લૂંટારુઓએ ત્રાટકીને બેંકનો સ્ટાફ સહિત ગ્રાહકોને બંધક બનાવીને રૂ.44,24,015 લાખની મત્તાની લૂંટ ચલાવી ફાયરિંગ કરીને ભાગવા જતાં પો.કો.ધર્મેન્દ્રસિંહએ રોકવાના પ્રયત્ન કરતાં તેમના પ્રયત્નરૂપે ધાડપાડુઓ રૂપીયા 22,54,130 ભરેલા થેલો મુકીને બાઇક ઉપર ભાગવામાં સફળ રહ્યા હતાં.રાજપીપળા ચોકડી પાસે પોલીસ અનેં લૂંટારુઓ વચ્ચે થયેલા ફાયરીંગમાં એક લૂંટારુને પોલીસની ગોળી વાગતા ઘાયલ થતા સારવાર માટે બરોડા ખસેડયો હતો. પોલીસે ઇજાગ્રસ્ત ધાડપાડુની પુછપરછ કરતા તે ભાગલપુર બિહારનો હોવાનુ જાણવા મળ્યું હતું.

ભરૂચ જિલ્લાની પોલીસની સતર્કતાને કારણે ગણતરીના કલાકોમાં જ લૂંટની ઘટનાના તમામ આરોપીઓ ઝડપાઇ ગયાં છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં તેઓ 10 દિવસ પહેલાં જ અંક્લેશ્વર આવ્યાં હોવાની કબુલાત કરી હતી. જોકે, તેઓએ લૂંટ કરવાનો ઇરાદો કયાં કારણસર કરાયો તેની વિગતો મેળવાઇ રહી છે.ગતરાત્રીના મીરાનગર, લક્ષ્મણનગર સહિતના વિસ્તારોમાં સર્ચ કરતાં પાંચેય આરોપીઓને ગણત્રીના 08 કલાકમાં 04 તમંચા અને લુંટના રૂપીયા 15,05,000 મળી કુલ રૂ.37,79,130નો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!