આ બેન્ક પાસબુક નહી લગ્ન કંકોત્રી છે ! નિશ્વાસ ના આવે તો જોઈ લો આ પરોવારે છંપાવી કંકોત્રી
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં કમુરતા પૂરા થયા પછી સારા દિવસો ચાલી રહ્યા છે આ પાવન સમયગાળા દરમિયાન અનેક યુગલો પ્રભુતા માં પગલાં કરશે અને પવિત્ર અગ્નિ સમક્ષ પોતાના નવા જીવન સાથી સાથે નવા જીવનનું શ્રી ગણેશ કરશે. આપણે સૌ જાણીએ છિએ કે લગ્નને લઈને દરેક વ્યક્તિમાં ઘણો હરખ હોઈ છે. લગ્નમાં વર અને કન્યા તથા તેમના પરિવાર દ્વારા સતત એવા પ્રયાસો કરવામા આવે છે કે તેમના લગ્ન અન્ય લોકોના લગ્ન કરતા અલગ અને વિશેસ જોવા મળે. આ બાબત ને લઈને લોકો લગ્નના કપડાં, થીમ, લગ્ન ડાન્સ અમે લગ્નના આમંત્રણ પત્રિકા ને લઈને અવનવા પ્રયોગો કરતા રહે છે. કે જેનાથી તેમનો પ્રસંગ યાદગાર રહે.
જો કે આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા સમયથી આપણે કોરોના સામે લડી રહ્યા છિએ. તેવામાં કોરોનાને વધતો અટકાવવા માટે સરકાર તરફથી અનેક પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. જેના પાલન સાથે લોકોએ લગ્ન કરવા પડી રહ્યા છે. આપણે અહીં એક એવા જ લગ્ન આમંત્રણ વિશે વાત કરવાની છે કે જે હાલમાં ચર્ચામાં છે જણાવી દઈએ કે આ લગ્ન પત્રિકા ઉમરેઠના હરીશભાઈ શાહ ના પુત્રની છે તેમના પુત્ર નું નામ ધવલ છે કે જેમના લગ્ન ભૂમિકા સાથે થવાના છે. આ સમયે હરીશભાઈએ જે પત્રિકા છપાવી તે ચર્ચામાં છે.
તેમણે લગ્નની પત્રિકા નું રૂપ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના ચેક બુક અને પાસબુક ની થીમ પર બનાવી છે. જો વાત આ કંકોત્રી અંગે કરીએ તો તેમાં સૌપ્રથમ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના બદલે ભારતીય શાહ બેન્ક્ લખવામા આવ્યું છે જે બાદ તેમાં બેન્ક ની બ્રાન્ચ નાં નામની જગ્યાએ તેમના ઘર નું સરનામું લખવામાં આવ્યું છે
સાથો સાથ બેંકની પાસબુકમાં પ્રથમ પાના પર જેવી રીતે ખાતેદાર ની વિગતો લખવામાં આવી હોઈ તેમ અહીં કંકોત્રી માં આમંત્રણ આપનારનું નામ જ્યારે એકાઉન્ટ નંબર ની જગ્યાએ મોબાઈલ નંબર સહીત સરનામાની જેવી વિગતો લખવામાં આવી છે. આ ઉપરાંત જો વાત લગ્નના વિવિધ કાર્યક્રમ અંગે કરીએ તો તેમાં રીસેપ્શન, ગણેશ પુજન વગેરે જેવી વિગતો માટે અલગ અલગ ચેકની થીમથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. હાલમાં આવુ આમંત્રણ જોઈને સૌ કોઈ અચરજ માં છે અને કંકોત્રી ની તસ્વીર વાયરલ થઈ રહી છે. આવી કંકોત્રી છપાવ્વા પાછળ હરીશ ભાઈ નો ઉપદેશ લોકો કંકોત્રી સાચવે અને તેમના લગ્નને યાદ કરે તે છે.