અંબાણી પરિવારનું એક વધુ શોપાન ! જીઓ વર્લ્ડ પ્લાઝાનું કર્યું ભવ્ય ઉદ્ઘાટન, જુઓ આ ખાસ તસવીરો થઈ રહી છે વાયરલ….
હાલમાં સોશિયલ મીડિયા પર અંબાણી પરિવાર ખુબ જ ચર્ચામાં છે, વાત જાણે એમ છે કે આજ રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો Jio વર્લ્ડ પ્લાઝા મોલ 31 ઓક્ટોબર, મંગળવારે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે આજથી એટલે કે 1લી નવેમ્બરથી દેશનો આ પહેલો મોટો લક્ઝરી મોલ સામાન્ય લોકો માટે ખુલશે.
Ji0 વર્લ્ડ પ્લઝામાં ટોપ એન્ડ રિટેલ ફેશન અને મનોરંજનનો અનુભવ પ્રદાન કરવામાં આવશે. BKC, મુંબઈમાં સ્થિત, આ પ્લાઝા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, ધ Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર અને Jio વર્લ્ડ ગાર્ડન સાથે જોડાયેલ છે. તમને જણાવી દઈએ કે પ્લાઝાને રિટેલ, લેઝર અને ફૂડના એક્સક્લુઝિવ હબ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. 7,50,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા આ સેન્ટરમાં ચાર માળ છે. સૌથી મોટી વાત એ છે કે આ સેન્ટરમાં તમને એકસાથે 66 લક્ઝરી બ્રાન્ડ્સ મળશે. કેટલીક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ એવી છે જે હમણાં જ ભારતમાં પ્રવેશી છે.
તેમાં બાલેન્સિયાગા, જ્યોર્જિયો અરમાની કાફે, પોટરી બાર્ન કિડ્સ, સેમસંગ એક્સપિરિયન્સ સેન્ટર, EL&N કાફે અને રિમોવાનો સમાવેશ થાય છે. Valentino, Tory Burch, YSL, Versace, Tiffany, Laduree અને Pottery Barn મુંબઈમાં તેમના પ્રથમ સ્ટોર ખોલશે. આ સાથે લૂઈસ વિટન, ગુચી, કાર્ટિયર, બેઈલી, જ્યોર્જિયો અરમાની, ડાયર અને બુલ્ગારી પણ સામેલ છે. મનીષ મલ્હોત્રા, અબુ જાની-સંદીપ ખોસલા, રાહુલ મિશ્રા, ફાલ્ગુની અને શેન પીકોક અને રિતુ કુમારના ડિઝાઈનર કપડાં પણ Jio વર્લ્ડ પ્લાઝામાં ઉપલબ્ધ હશે.
સૌથી ખાસ વાત એ છે કે, ઉદ્ધાટન પ્રસંગે અંબાણી પરિવારનો શાનદાર લુક જોવા મળશે, આ તસવીરોમાં જોઈ શકશો કે અંબાણી પરિવારના દરેક સભ્યો ખુબ જ સુંદર લાગી રહયા છે, આ તસવીરો હાલમાં સોશિયલ મીડીયામાં આ તસવીરો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.