અર્બન બેન્કના ડિરેક્ટર કિરીટભાઈ પટેલે પોતાના જ રૂમમાં ગળાફાંસો ખાય મૌતને વ્હાલું કર્યું ! ચાર પાનની સુસાઇડ લખી, જેમાં કહ્યું…..
ગુજરાત રાજ્યમાંથી હાલ એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મહેસાણા જિલ્લા માંથી એક ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં અર્બન બેન્કના ડિરેક્ટર તથા રણેલા કોલેજના મુખ્ય ટ્રસ્ટી કિરીટભાઈ બી.પટેલે શનિવારના રોજ સવારે પોતાની હોસ્ટેલના રૂમની અંદર જ ગળાફાંસો ખાય લીધો હતો. આ ઘટનાને પગલસે આસપાસના વિસ્તારોમાં ખુબ વધારે ચકચાર મચી જવા પામ્યો હતો. એવામાં તપાસ કરતા અનેક મોટા મોટા ખુલાસો થયા છે જેમાં સામે આવ્યું હતું કે મૃતક કિરીટભાઈ સાથે 2.40 રૂપિયાની છેતરપિંડી થવા પામી હતી આ કારણે તેઓએ આવું પગલું ભર્યું હતું.
આ ઘટનામાં ઇન્દોર,દિલ્હી અને અમદાવાદના કરીને 5 શખ્સોએ કિરીટભાઈ પટેલની છેતરપિંડી કરી હતી,એવામાં મોઢેરા પોલીસે આ પાંચ શખ્સો વિરુદ્ધ આત્મહત્યા તથા દુષ્પ્રેરણનો ગુનો નો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતું. તમને જાણતા નવાય લાગશે કે મહુચરાજી તાલુકાના રણેલા ગામમાં રહેતા અને માજી ધારાસભ્યના દીકરા કિરીટભાઈ ભાઈલાલભાઈ પટેલ ગામના સરસ્વતી મહિલા બીએડ કોલેજના હોસ્ટેલના એક રૂમની અંદર રહેતા હતા જયારે તેમના પુત્ર તથા પરિવારજનો મહેસાણા જિલ્લાની અંદર રહે છે.
આ ઘટના અંગેની તપાસ હાથ ધરતા મૃતકના ખીસા માંથી ચાર પેજની સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં અનેક એવા મોટા મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા હતા, એટલું જ નહીં સરસ્વતી મહિલા કોલેજના લેટરપેડ પર લખેલી નોટમાં તેમણે જણાવ્યું હતું કે શૈક્ષેણીક સંસ્થાના નામ પર તેમના દોઢેક વર્ષમાં નિલેશ દોલતકુમાર ત્રિવેદી(ઇન્દોર,મધ્યપ્રદેશ),હરીશ ગુપ્તા(દિલ્હી),અભિષેક વિનોદકુમાર અને કૃપાબેન અભિષેકભાઈ શુકલા(અમદાવાદ) આમ કુલ પાંચ વ્યક્તિઓએ તેઓની સાથે 2.40 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
આત્મહત્યા કરતા પેહલા તેઓએ લખેલ સુસાઇડ નોટની અંદર કિરીટભાઈ બી.પટેલે જણાવ્યું હતું કે જો મારી સાથે છેતરપિંડી કરનારના પાંચ ઈસમોને ધરપકડ કરીને તેને સજા આપવામાં આવશે તોજ મને શ્રદ્ધાંજલિ પ્રાપ્ત થશે, એટલું જ નહીં તેઓએ આગળ પણ જણાવ્યા હતું કે તેઓને આપઘાત તેમ જ દુષપ્રેરિત કરવામાં આ પાંચ ઈસમો જવાબદાર છે. કિરીટભાઈએ બહુચરાજી વિસ્તારના PSI રાઠોડ અને SP અચલ ત્યાગી પર પણ આરોપ લગાવ્યા હતા.
જેમાં તેઓએ જણાવ્યું હતું કે PSI તથા SPને ફરિયાદ કર્યા હોવા છતાં તેઓએ FIR નોંધી હતી નહીં, એવામાં આવા આરોપનો જવાબ આપતાઆ એસપી અચલ ત્યાગીએ જણાવ્યું હતું કે કિરીટભાઈની અરજી બાદ થી જ તમામ લોકોને બોલાવીને આવ્યા હતા જેમાં સામે આવ્યું હતું કે પૈસાની લેતી દેતી મામલે બીજી પાર્ટી સાથે પણ તેઓના કરાર થયા હતા.