300થી પણ વધારે શહીદ પરિવારની હૂંફ અને સધિયારો બનતી ગુજરાતની 21 વર્ષની યુવતી વિધી જાદવ ! ખરેખર સલામ
અનેક યુવાનોના લેખમાં વિધાતાએ દેશ સેવા કરવાનું જ લખ્યું હોય છે. આજે આપણે વાત કરીશું એવા જ યુવકો ની જેનું જીવન દેશની સેવામાં વીત્યુ હોય. .300થી પણ વધારે શહીદ પરિવારની હૂંફ અને સધિયારો બનતી ગુજરાતની 21 વર્ષની યુવતી વિધી જાદવ વિશે જાણી ને તમને પણ આશ્ચર્ય થશે.
વિધિ જે અનેક પરિવાર માટે હૂંફ બની છે.અત્યાર સુધીમાં સેંકડો સૈનિક પરિવારો ની મુલાકાત લીધી છે. શહીદ યુવકનાં પરિવારજનો માટે આ યુવતીએ પોતાનું જીવન સમર્પિત કર્યું. મધ્યમ કે કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગમાં મૂકી શકાય એવો એનો પરિવાર છે.પરંતુ ઘણીવાર કોઈ દાતા ના મળે તો આ પરિવાર પોતે આર્થિક ભારણ વેઠીને વિધિની સૈનિક પરિવાર પ્રત્યે સહૃદયતાની આ પ્રવૃતિ ચાલુ રાખવામાં પીછેહઠ નથી કરતા.
વિધિએ રાખડી પૂનમના પર્વે દેશની સીમાઓ પર ઘરબાર અને બહેનની મમતાનો મોહ ત્યાગીને અવિરત અને અઘરી ફરજો બજાવતા સૈનિકો સુધી રાખડીઓ લઈને પહોંચવાનું અને તેમની સાથે રક્ષા બંધન મનાવવાનું નક્કી કર્યું અને તેની સૈનિક સમ્માન પ્રવૃત્તિઓનો ઉજળો રેકોર્ડ જોઈને સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. વિધિ દેશમાં કોઈપણ સૈનિક શહીદ થાય ત્યારે તેનો પરિવારને આશ્વાસન પત્ર લખી રૂા. પાંચ હજાર મોકલી આપે છે. અત્યાર સુધી આવા ૨૯૫ શહીદ સૈનિકોના પરિવારને વિધિએ રૂ.૫૦૦૦ હજાર અને પત્રો લખી મોકલ્યા છે.
જમ્મુ કાશ્મીરના પુલવામા હુમલામાં શહીદ થયેલ ૪૦ જવાનોના તમામ પરિવારને પત્ર લખી, દરેક પરિવારને રૂા.૧૧ હજાર મોકલી તેઓ સાથે ટેલીફોનીક સંપર્ક કરી વાતચીત કરી છે .આમ કુલ ૨૯૫ શહીદ સૈનિકના પરિવારોને આર્થિક મદદ કરી. આ શહીદ પરિવારો પૈકી તેણે ૧૧૨ થી વધુ પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી છે. ફોન કે મેસેજ દ્વારા શહીદો નાં પરિવારને ખબર અંતર પૂછે રાખે છે. વિધિ અત્યાર સુધી ગુજરાત – રાજસ્થાનની કુલ -૪ બોર્ડરોની મુલાકાત તહેવારો દરમ્યાન લઈ ચુકી છે.
વિસ્તારની ૭૦ શાળાઓની મુલાકાત લઈ તમામ વિધાર્થીઓને સ્ટેશનરી નું વિતરણ કર્યું છે અને આવી શાળાઓમાંથી ૪૫ જેટલા વિધાર્થીઓ કે જેને પોતાના માતા પિતા ગુમાવ્યા છે અને અતિ ગરીબ છે તેઓને દર દિવાળી નવરાત્રીમાં અનાજની કિટ સાથે દર વર્ષે રૂ.એક હજાર આપે છે. વિધિએ વર્ષ ૨૦૧૮ માં વિશ્વ શાંતિ દિને યુનાઈટેડ નેશન્સ સહિત વિશ્વના બાવન દેશોના રાષ્ટ્રપતિ – વડાપ્રધાનને વિશ્વમાં શાંતિ રાખવા અંગેના પત્રો મોકલ્યા હતા.