શહીદ થયેલ જવાનનો મૃતદેહ 16 વર્ષ પછી બરફમાંથી મળ્યો!
વિશ્વમાં ભારતનું સૈન્ય બળ સૌથી વધારે છે, આ વાત તો નક્કી જ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક વિરો દેશની રક્ષા અર્થે પોતાના પ્રાણની આહુતિ આપી દેતા હોય છે. ત્યારે કેટલાક વિરો એવા હોય છે કે તેમના શબ પણ પરિવાર જનોને નથી મળતા. આજે અમે આપણે એક એવા વીર શહીદ ની વાત કરીશું જેનો જીવ તો જતો રહ્યો પરતું તેમના પરિવાર જે તેમના દીકરાની લાશ પણ મળી ન હતી. ત્યારે પરિવાર આજ સુધી દીકરાનું શ્રાદ્ધ પણ ન કર્યું હતું અને માતા તો દીકરાની રાહ જોઇને જ ચાલ્યા ગયા.
ખરેખર આ ઘટના ખૂબ જ પીડાદાયક છે, પરતું હાલમાં જ એવો દિવસ આવ્યો કે, 16 વર્ષ પછી આખરે એ જવાનનો શબ બરફ માંથી મળી આવ્યો.ખરેખર આ ઘટના થી આંખમાં આંસુઓ આવી જાય અને હૈયું પણ કંપી ઉઠે.ચાલો અમે જણાવીએ કે આખરે ઘટના કેવી ઘટી હતી. યુપીના મુરાદનગરના હિસાલી ગામમાં રહેતા જવાન અમરીશ ત્યાગીનો મૃતદેહ 16 વર્ષ બાદ બરફમાં દટાયેલ મળી આવ્યો હતો.
તા.23 ઓક્ટોબર 2005 ના રોજ સિયાચીનથી પરત ફરતી વખતે ઉત્તરાખંડના હરશીલની ખાઈમાં પડી ગયો હતો. તેમની સાથે શહીદ થયેલા 3 સૈનિકોના મૃતદેહ મળી આવ્યા હતા, પરંતુ તેમના વિશે કોઈ માહિતી મળી નહતી. 2 દિવસ પહેલા બરફ પીગળવાથી એક મૃતદેહ દેખાયો હતો. કપડાં અને કેટલાક કાગળોના આધારે મૃતદેહને અમરીશ તરીકે ઓળખવામાં આવ્યો હતો.પરિવાર એમ માનતા હતા કે, તે જીવતો હશે અને દુશ્મનની પકડમાં ફસાયેલો હતો.
તેથી તેઓએ પિતૃપક્ષમાં ક્યારેય શ્રાદ્ધ કર્યું નથી કે મૃત્યુ પછીના સંસ્કાર કર્યા નથી. હવે લશ્કર અમરીશનો મૃતદેહ લાવશે. તો જ અમે સંસ્કાર કરીશું. પરતું 24 સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે દિલ્હી આર્મી હેડક્વાર્ટરમાંથી 3 અધિકારીઓ આવ્યા અને જાણ કરી કે ઉત્તરાખંડમાં અમરીશનો મૃતદેહ મળી આવ્યો છે. માહિતી મળતા જ પરિવાર ઉપર ફરી એકવાર દુઃખનો પહાડ તૂટી પડ્યો.
અમરીશ ત્યાગી 1995-96ના વર્ષમાં મેરઠમાં સેનામાં જોડાયા હતા. અનેક બદલીઓ પછી, 1999 માં કારગિલ યુદ્ધ દરમિયાન લેહ લદ્દાખમાં તેમની પોસ્ટિંગ કરવામાં આવી હતી. વિમાનમાંથી સૌથી વધુ ઊંચાઈ પરથી કૂદવાના કિસ્સામાં અમરીશ આખા દેશનું નામ હતો.અમરીશ 2005 માં મેરઠના ગણેશપુરમાં લગ્ન કર્યા હતા, જ્યારે તે ગુમ થયા હતા, તે સમયે તેની પત્ની ગર્ભવતી હતી.
અને 5 મહિના બાદ તેની પત્નીએ પુત્રીને જન્મ આપ્યો હતો. પરિવારે જણાવ્યું કે સોમવાર સુધીમાં તેનો મૃતદેહ આવે તેવી શક્યતા છે. પરિવારે જણાવ્યું કે માતાની ઈચ્છા હતી કે જો પુત્ર શહીદ થયો હોય તો તેને શહીદ પુત્રના અંતિમ દર્શન કરવા મળે, પરંતુ તે પૂરી થઈ શકી નથી. 4 વર્ષ પહેલા માતા વિદ્યાવતીનું અવસાન થયું હતું. ખરેખર આ યુવાન ને શત શત વંદન કરીએ અને તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે એજ પ્રાર્થના.