અર્પિતા મુખર્જી ના બીજા ઘરે પણ ED ની રેડ ! ટોઈલેટ માથી અધધ… આટલા કરોડ મળ્યા અને સોનું….
જેમ તમે જાણોજ છો કે દેશમાં આજના સમયમાઁ પણ ભ્રષ્ટાચાર ઓછો થયો નથી તેવામાં વધારે એક કિસ્સો સામે આવી રહ્યો છે જ્યાંથી કરોડો રૂપિયા સામે આવી રહયા છે. પશ્ચિમ બંગાળના શિક્ષણ કૌભાંડમાં અપ્રિતા મુખરજીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ઘટનાની તપાસ કરનાર ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બેલઘરિયામાં આવેલા તેમના બીજા ફ્લેટમાં બુધવારે દરોડા પાડ્યા હતા. 18 કલાક ચાલેલા દરોડામાં EDને 29 કરોડની કેશ મળી છે. નોટોની ગણતરી માટે 3 મશીનોની મદદ લેવામાં આવી હતી. આ સાથે જ ઈડીએ 5 કિલો સોનુ પણ જપ્ત કર્યું છે.
વાત કરીએ તો અર્પિતાના ઘરેથી 21 કરોડ રૂપિયા કેશ અને 1 કરોડની જ્વેલરી મળી હતી. 23 જુલાઈએ પણ EDએ મંત્રી પાર્થ ચેટરજી અને અર્પિતાના ઘરે દરોડા પાડ્યા હતા રૂ. 500 અને રૂ. 2000ની નોટોના બંડલ એક બેગમાં ઠૂસી ઠૂસીને ભરેલા જોવા મળ્યા હતા. એજન્સીને આ વિશે દસ્તાવેજો પણ મળ્યા હતા. ત્યારપછી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.આ કેસમાં અત્યાર સુધીમાં EDએ 49 કરોડ રોકડ રિકવર કરી છે. આ આંકડો હજુ વધવાની ધારણા છે. વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે. છેલ્લા દરોડામાં અર્પિતાના ઘરેથી 20થી વધુ ફોન અને ઘણી કંપનીઓના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.
તેમજ કોલકાતાની એક વિશેષ અદાલતે પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીને 3 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા છે. તેમજ દર 48 કલાકે મેડિકલ ચેકઅપનો આદેશ આપવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની સાથી અર્પિતા મુખર્જીને આજે કોલકાતાની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવી હતી. આમ આ અંગે EDએ કોર્ટને જણાવ્યું હતુ કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીની નજીકની સહયોગી અર્પિતા મુખર્જી નાણાકીય લેવડ-દેવડ માટે ઓછામાં ઓછી 12 શેલ કંપનીઓ ચલાવતી હતી.
હવે પાર્થ ચેટર્જીની ધરપકડના 5 દિવસ થઈ ચુક્યા છે, જોકે તેમના પાર્ટીમાં મહાસચિવ પદ, માહિતી ટેકનોલોજી તથા પરિષદ વિભાગ, વાણિજ્ય મંત્રી પદ પર યથાવત છે. વિપક્ષ પાર્થને હટાવવાની માગ કરી રહ્યા છે. દરમિયાન પાર્થે પણ મંત્રીને મળતી ગાડી પરત કરી દીધી છે.