અરવલ્લી જીલ્લામાં બે જુદા-જુદા સ્થળોએ યુવક – યુવતિ ની લટકતી લાશો મળી આવતા ભારે ચકચાર મચી ગઈ
આજના સમયમાં યુવાનો માટે જીવન એક સાવ ફોગટ વસ્તુ બની ગઈ છે. પરિવારજનોની ચીંતા છોડીને આજના સમયમાં યુવાનો પોતાના જીવન જે ટૂંકાવી દે છે કારણ કે તે પોતાની સમસ્યાઓમાં થી બહાર નથી આવી શકતા. ખરેખર હાલમાં જ એક એવી દુઃખ ઘટના બની જેના લીધે સ્વજનોને દુઃખી કર્યા છે.ખરેખર આ દુઃખ એવું છે કે, કોઈ સહન કરી શકે.
આપણે સમચારોનાં માધ્યમથી જાણતાં હોય છીએ કે, અનેક વખત એવા દુઃખના બનાવ બને છે કે, તેના લીધે પરિવાર પર આફત આવી જાય છે. રોજીદા અનેક પરિવારમાં સભ્યો પોતાના નો જીવ આત્મકરવાથી ગુમાવે છે. હાલમાં જ એક જ જીલ્લામાં જુદા-જુદા સ્થળોએ લટકતી લાશો મળી આવતા સૌ કોઈ ચોકી ગયા છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મેઘરજ તાલુકાના ભેમાપુર ગામના અને પોલીસ પરીક્ષાની તૈયારી કરતા યુવકની લાશ ઘર નજીક ઝાડ પરથી લાશ મળી આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું અન્ય એક બનાવમાં માલપુર તાલુકાના અંબાવા ગામ નજીક બે સંતાનોની માતાની ગામના ડુંગર નજીક ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો.હાલમાં તો બંને મૃતકની હત્યા કે આત્મહત્યા સહીત ની વાતો ચર્ચામાં આવી છે.
આવા બનાવ ને લીધે યુવાનો માટે જીલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં માર્ગદર્શન સેમિનાર યોજી લોકોને કોઈ પણ મૂંઝવણ અંગે પોલીસનો સીધો સંપર્ક કરવા આહવાન કર્યું છે તેમ છતાં લોકો આત્મહત્યાનો માર્ગ અખત્યાર કરતા બુદ્ધિજીવી લોકો ચિંતિત બન્યા છે
મેઘરજ તાલુકાના ભેમાપુર ગામના રાકેશ ભાથીભાઈ નામનો યુવક તાજેતરમાં રાજ્ય સરકારે બહાર પાડેલી પોલીસની ભરતીની તાડામાર તૈયારીઓ કરતો હતો ગત સાંજે દોડની તૈયારી કરવા ઘરેથી નીકળ્યા પછી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી ત્યારે આજે ઘર નજીક આવેલા ઝાડ પરથી મૃતક યુવકની લાશ લટકતી મળી.
આ સિવાય માલપુર તાલુકાના અંબાવા ગામ નજીક ડુંગર પરથી ૩૦ વર્ષીય બે સંતાનોની માતાની ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી.હવે તો આગામી તમામ બાબતો તપાસ દ્વારા જાણવા મળશે કે બંને નાં મુત્યુ સાથે કોઈ સંબંધ તો નથી ને ! હાલમાં તો બંને પરિવાર શોકમગ્ન બન્યો છે.