Gujarat

હે ભગવાન!! અરવલ્લીમાં ફક્ત 20 વર્ષના યુવકને આંબી ગયું મૌત, ક્રિકેટ રમતો હતો ત્યાં છાતીમાં દુખાવો અને પછી…

હાર્ટ અટેક” હાલના સમયમાં આ એક એવો ખતરો બની ગયો છે જે ફક્ત મોટી ઉંમર ધરાવતા લોકો પૂરતો સમિતિ નથી રહ્યો પરંતુ હાલના સમયમાં સગીર વયના બાળકો તેમ જ જુવાન જોધ છોકરાઓમાં પણ આ પરેશાની જોવા મળી રહી છે, ફક્ત ગુજરાતની અંદર જ કેટલા બધા એવા યુવકો હશે જેણે હાર્ટ અટેકને લીધે પોતાનો જીવ ગુમાવ્યો હશે, કોઈ ક્રિકેટ રમતા રમતા તો કોઈ બીજું કાર્ય કરતા કરતા જ હાર્ટ અટેકને લીધે મૌતને ભેટી પડતા હોય છે એવામાં હાલના સમયમાં આવી જ એક દુઃખ ઘટમાં સામે એવી છે જેના વિશે જાણીને તમે પણ ભાવુક જ થશો.

આપણા રાજ્યના અરવલ્લી શહેરમાંથી આ દુઃખદ ઘટના સામે એવી છે જેમાં 20 વર્ષીય યુવક જયારે ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે અચાનક જ તેને હદયમાં દુખાવો થયો હતો જે બાદ તે મેદાનમાં જ બેભાન થઇ ગયો એવામાં તેની સાથે રમી રહેલ તેઓના સાથીદારોએ આ ઘટના અંગેની જાણ યુવકના પરિવારજનોને કરી અને ત્યારબાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ગણતરીના સમયમાં જ યુવકને મૃત ઘોષિત કરતા પરિવારજનોની આંખ ભીજાઈ ગઈ હતી..

આટલી નાની ઉંમરમાં આવી રીતે મૌત મળવું તે ખુબ જ દુઃખદ વાત કહેવાય કારણ કે હજી તો યુવાની શરૂ હતી ત્યાં જ જીવનનો અંત અણાય ગયો, ફરજ બજાવનાર ડોકટરોનું એ ઘટના અંગે કેહવું છે કે યુવકનું હાર્ટ અટેકથી મૃત્યુ થયું છે, ઘટના અંગે જાણવા મળ્યું છે કે મૃતકનું નામ પરવ સોની(ઉ.વ.20) હતું જે પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે શહેરમાં એક મેદાનમાં ગયો હતો જ્યા ક્રિકેટ રમતા રમતા જ પરવને છાતીમાં દુખવો ઉપડ્યો હતો અને તે બેભાન થઇને મેદાનમાં જ ઢળી પડ્યો હતો.

એવામાં સારવાર અર્થે ખસેડતા ગણતરીના કલાકોમાં જ યુવકને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો, આ ઘટનાને પગલે પરિવારજનોમાં તો દુઃખનું મોજું ફરી જ વળ્યું હતું પણ મૃતકના સાથી મિત્રો પણ સોકમાં ગરકાવ થયા હતા. મિત્રો આ પેહલી એવી ઘટના નથી જેમાં કોઈ યુવક ક્રિકેટ રમતા રમતા હાર્ટ અટેકને લીધે મૌતને ભેટ્યો હોય, આની પેહલા પણ આપણા રાજ્યના અનેક જિલ્લાઓમાંથી આવી ઘટનાઓ આપણી સામે આવી જ ચૂકેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!