Gujarat

રામ મંદિરને ગુજરાત તરફથી વધુ એક મોટી ભેટ ! વડોદરા શહેરના અરવિંદ પટેલ નામના વ્યક્તિએ બનાવ્યો આ વિશાળ દીવો, ખાસિયત જાણી તમે કહેશો “જય શ્રી રામ…

હાલ આખા ભારતની અંદર ભગવાન રામના મંદિરને લઈને ઉત્સવની તૈયારી ચાલી રહી છે, તમને ખબર જ હશે કે આવનારી 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે જેમાં આપણા દેશના મોટા મોટા મહાઅનુભવીઓ હાજર રહેશે અને આ ગર્વની ક્ષણોના સાક્ષી બનશે, તમને ખબર જ હશે કે આખા દેશમાંથી લોકો પોતાની રીતે ખુબ અલગ અલગ ભેટો અર્પણ કરી રહ્યા છે, જે ખરેખર જોવાલાયક છે.

તમને ખબર જ હશે કે આપણા ગુજરાતની અંદરથી જ રામ મંદિરને અનેક ભેટો આપવામાં આવી છે જેમાં લાંબી અગરબત્તી નેકલેસ જેવી અનેક વસ્તુઓ બાદ હવે ગુજરાત રાજ્યના વડોદરામાંથી ભગવાન શ્રી રામના આ ભવ્ય મંદિર માટે દીવો ભેટ સ્વરૂપે લઇ જવામાં આવ્યો છે, આ દીવો કોઈ સામાન્ય નથી કમ કે 1100 કિલોનો સ્ટીલનો દીવો છે જેને તૈયાર કરવામાં લોકોએ ખુબ જ મેહનત કરી હતી.

વડોદરા શહેરના અરવિંદ પટેલ નામના વ્યક્તિએ પોતાની રામ ભક્તિ બતાવતા આ 1100 કિલોનો દીવો તૈયાર કર્યો હતો જે 9 ફૂટ ઊંચો અને 8 ફાઉન્ટ પોહળો છે, હવે મિત્રો આટલો મોટો દીવો છે તો તમને વિચાર થશે કે આને સળગાવામાં કેવી રીતે આવશે તો અમુક એહવાલ અનુસાર જાણવા મળ્યું છે કે આ દીવાને સળગાવા માટે એક મશાલનો ઉપયોગ કરવામાં આવશે, આ દીવાની અંદર 15 કિલોની રૂની દિવેટ બનાવામાં આવશે એટલું જ નહીં દીવાની અંદર 501 કિલો જેટલું ઘી સમાય શકશે.

આ વિશાળકાય દીવાને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ એટલે કે 22 જાન્યુઆરીના રોજ તેને પ્રગટાવામાં આવશે, દરેક લોકો અલગ અલગ તથા અનોખી અનોખી ભેટ આપી રહ્યા છે જે અનોખી તો છે જ તે સાથો સાથ ખુબ જ ખાસિયત ધરાવતી છે, વડોદરા શહેરના બીજા જ એક વ્યક્તિએ પિત્તળથી રામ ભગવાનની મહિમાનું વર્ણન કરતી તકતીઓ પણ તૈયાર કરી હતી જયારે તમને વિશાળકાય અગરબત્તી વિશે તો ખબર જ હશે જે અયોધ્યા જવા માટે નીકળી ગઈ છે, જ્યા જ્યા થી આ અગરબત્તી પસાર થાય છે ત્યાં લોકો તેનું ખુબ જ ભાવપૂર્વક સ્વાગત કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!