Gujarat

શરીરનો દુખાવો દૂર ન થતા યુવકે માં મોગલની બાધા રાખી અને માં એવો પરચો પૂરો કર્યો કે, બાપુ પાસે આવીને કહ્યું કે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, મોગલ ધામ કબરાઉ ખાતે રોજ અનેક ભકતો માંના પરચાઓ લઈને શ્રી મોગલ બાપુ પાસે લઈને આવે છે અને આ તમામ પરચાઓની વાત સ્વયં ભક્તજનો કરે છે. ત્યારે હાલમાં જ એક ઘટના ખુબ જ વાયરલ થઇ રહી છે. આ ઘટના જાણીને તમારું હદય પણ દ્રવી ઉઠશે અને તમને એવું થશે કે ખરેખર આવું પણ હોય શકે છે. કહેવાય છે ને કે માણસ પોતાના દુઃખોને લઈને ઈશ્વરના દ્વારે જાય છે.

કચ્છના કબરાઉ ખાતે બિરાજમાન માં મોગલ માં એ અત્યાર સુધીમાં મંદિરમાં આવતા ઘણા ભક્તોને સાક્ષાત પરચા આપ્યા છે, મંદિરમાં આવતા બધા જ ભક્તોના દુઃખો માં મોગલ પુરા કરે છે, ત્યારે હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો જે ગોંડલના એક યુવાને બાપુ સમક્ષ કહ્યો હતો,આ કિસ્સાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે એક યુવકને શરીરમાં એવો દુખાવો થયો હતો કે જેની સચોટ નિદાન ડોક્ટર પાસે પણ ન હતું.

કહેવાય છે ને કે, દવા અને દુઆ બંને જરૂરી છે, આ યુવકે માં મોગલને પ્રાર્થના કરી અને અને પોતાનું દુઃખ દૂર કરવા માટે યાચના કરી હતી કારણ કે, દરેક ડોકટરોને બતાવ્યા બાદ પણ યોગ્ય સારવાર ન મળતા આખરે માના ચરણે પહોંચી ગયેલ. એકવાર યુવક રાત્રે સૂતી સમયે મોબાઈલ જોતો હતો તેમાં આ યુવકે માં મોગલના પરચા વિષેનો એક વિડિઓ જોયો અને આ યુવકે મનોમન માં મોગલની બાધા રાખી અને કહ્યું કે, મારી આ પ્રાર્થના સ્વીકારજો અને બાધા રાખી કે, મારા શરીરમાં દુખાવો થાય છે તે મટાડી દેશો તો હું તમારા ધામમાં આવીને પ્રસાદી અને પંદર હજાર રૂપિયા ચડાવીશ.

આમ પણ કહેવાય છે ને કે માં તો માં છે તે પોતાના સંતાનની મનોકામનાઓ જરૂર પુરી કરે છે. યુવકને માં મોગલએ સાક્ષાત પરચો આપ્યો અને યુવકના શરીરમાં થતો દુખાવો દૂર થયો, યુવક તેની માનેલી મનોકામના પુરી કરવા માટે કબરાઉમાં બિરાજમાન માં મોગલના ધામમાં પહોંચ્યા. અહીંયા આવીને માં મોગલના દર્શન કરીને મણિધર બાપુને તેમની માનેલી માનતા પુરી કરવા માટે પૈસા આપ્યા તો મણિધર બાપુએ તેમાં એક રૂપિયો ઉમેરીને તે યુવકને પરત આપ્યા અને કહ્યું માં મોગલ તો આપનારી છે, તેથી માં મોગલ પર વિશ્વાસ રાખજો તમારા બધા જ ધારેલા કામ માં મોગલ પુરા કરશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!