દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા આશા પારેખ કોણ છે, ગુજરાત ના મૂળ આ ગામના વતની છે, આવી રીતે બન્યાં શદાબહાર અભિનેત્રી..
દિલ્હીમાં 68મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. હિન્દી અને સાઉથ સિનેમા જગતના સેલેબ્સ અહીં પહોંચ્યા હતા. નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત આ એવોર્ડ ફંક્શનમાં વર્ષ 2020માં આવેલી ફિલ્મોને પણ સન્માનિત કરવામાં આવી હતી. 22 વર્ષ બાદ પહેલી જ વાર દાદાસાહેબ ફાળકે એવૉર્ડ એક મહિલાને આપવામાં આવ્યો છે. વર્ષ 2000માં સિંગર આશા ભોસલેને આ એવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ વર્ષે આપણા ગુજરાતીઓનું અમૂલ્ય રત્ન સમાન આશા પરેખજીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એવોર્ડ આપીને સૌનું સન્માન કર્યું છે.
મૂળ ગુજરાતી અને બૉલીવુડનાં શદાબહાર અભિનેત્રી આશા પારેખનાં જીવન વિશે જાણીશું. આશા પારેખ ભલે બોલીવુડના અનેરું મહત્વ આપ્યું હોય પણ તેમનો ગુજરાત ગુજરાત સાથે ખાસ સંબંધ છે. મુંબઈ તેમની કર્મભૂમિ છે તો ગુજરાત તેમની જન્મ ભૂમિ છે. ચાલો અમે આપને જણાવીએ કે, આશા પરેખનો જન્મ કયાં ગામમાં થયો હતો અને કંઈ રીતે સફળ અભિનેત્રી બન્યા.
આશા પારેખ મૂળ ગુજરાતી હોવાથી થોડી નોંધપાત્ર ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો જેમાં અખંડ સૌભાગ્યવતી કુળવધુ તેમની યાદગાર ફિલ્મ છે. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1942ના રોજ બેંગ્લોરમાં થયેલ પરતું મૂળ વતન ભાવનગરનાં મહુવા ગામ છે.આશા પારેખે માત્ર 16 વર્ષની વયે અભિનય ક્ષેત્રે કારકિર્દી આરંભ કરી હતી. નિર્માતા વિજય ભટ્ટે 1959માં આવેલી પોતાની ફિલ્મ ‘ગુંજ ઉઠી શહનાઇ’માંથી સ્ટારના ગુણ ન હોવાથી રીજેક્ટ કરી તો આજ વર્ષે એસ.મુર્ખજીની ફિલ્મ “દિલ દેકે દેખો” અભિનેતા શમ્મી કપૂર સાથે મુખ્ય નાયિકાનું કામ મળ્યું.
ધીમે ધીમે આશાએ સમાજસેવાના કાર્યો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. નોંધપાત્ર છે કે, સાંતાક્રુઝની એક હોસ્પિટલ સાથે આશા પારેખનું નામ જોડવામાં આવ્યું છે. ૧૯૯૮માં આશાએ સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશનના ચેરપર્સન તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યો. ઉલ્લેખનીય છે કે સેન્સર બોર્ડના ચેરપર્સન બનનાર તે પ્રથમ મહિલા હતી. ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં આશાએ ગુજરાતી સીરીયલ જ્યોતિ સાથે ટીવી જગતમાં ડાયરેક્ટર તરીકેની કારકિર્દીની સફળ શરૂઆત કરી.
આશા હિન્દી ફિલ્મ જગતમાં સુપરસ્ટાર તરીકેનું બિરૂદ મેળવનાર ગુજરાતી મહિલા છે. જો કે હિન્દી ફિલ્મોમાં તે કારકિર્દીની ટોચ પર હતી તે વખતે પણ ૧૯૬૩માં અંખડ સૌભાગ્યવતી ભવ જેવી ગુજરાતી ફિલ્મમાં કામ કરવાને પ્રાથમિકતા તેણે આપી હતી. તે ફિલ્મ સુપર હિટ સાબિત થઈ હતી અને ગુજરાતી પ્રજા દ્વારા તે ફિલ્મને પસંદ કરવામાં આવી હતી.
આશા આજીવન કુંવારી રહી, એટલું જ નહીં ક્યારેય કોઈ અભિનેતા સાથેના સંબંધોને લઈને પણ તેનું નામ ચર્ચાસ્પદ ન બન્યું. કદાચ અભિનેતાઓ માટે આશા જેવી જાજરમાન અભિનેત્રી સાથે ઊભા રહેવું મુશ્કેલ હતું, એટલા માટે જ તેઓ આશાથી દૂર રહ્યા. માતા-પિતાનાં મૃત્યુ પછી તેણે પોતાનો વિશાળ બંગલો વેચી નાંખ્યો અને એક નાના સરખા મકાનમાં રહેવા ચાલી ગઈ હતી.