‘બિપોરજોય’ નું સંકટ ટળ્યું નથી ત્યાં હવામાન શાસ્ત્રી અશોકભાઈ પટેલે કરી દીધી આ મોટી આગાહી ! આવનાર 16 જૂન સુધી….
બિપોરજોય વાવાઝોડાનું સંકટ ગુજરાત રાજ્ય પર આવી રહ્યું છે આથી દ્વારકા તથા કચ્છ જેવા જિલ્લાઓને હાઇએલર્ટ કરી દેવામાં આવ્યા છે તેમ જ ત્યાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. એવામાં હાલ વાવાઝોડાની સાથો સાથ વરસાદની પણ અનેક એવી આગાહી કરવામાં આવી રહી છે, આથી જ જાણીતા હવામાન શાસ્ત્રીએ એવા અશોકભાઈ પટેલે નવી આગાહી કરી છે જે વરસાદને લગતી છે.
અરબી સમુદ્રમાંથી ઉદભવેલ બિપોરજોય વાવાઝોડાને હાલ લેન્ડફોલ થવામાં ફક્ત ગણતરીનો સમય રહી ગયો છે આથી જ આવનાર 16 મી જૂન સુધી ભારેથી અતિ ભારે વરસાદ અથવા તો હળવા કે મધ્યમ વરસાદ થવાની આગાહી વેધર એનાલિસિસ કરનાર અશોકભાઈ પટેલે કરી હતી, તેઓએ આગાહી કરતા એમ પણ જણાવ્યું હતું કે અબી સમુદ્રની અંદર વાવઝોડુ ખુબ ગંભીર શ્રેણીમાં પરિવર્તન પામ્યું છે.
વાવાઝોડા અંગે પણ અશોકભાઈએ જણાવતા કહ્યું હતું કે પોરબંદરથી 300 કિમિ દૂર પશ્ચિમદક્ષિણ અને દ્વારકાથી 260 કિમિ દૂર દક્ષિણ પશ્ચિમ આ વાવાઝોડું છે જે ઉત્તર તરફ ગતિ કરી રહ્યું છે, એવામાં કાળથી આ વાવાઝોડું ઉતર ઉત્તર પૂર્વ ગતિ કરશે ત્યાર બાદ તે ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે તેવી આગાહી અશોકભાઈએ કરી છે, ફક્ત બે દિવસોની અંદર જ આ વાવાઝોડું પાકિસ્તાન કચ્છ જેવા વિસ્તારોમાં લેન્ડ ફોલ કરવા જઈ રહ્યુંછે.
હવામાન શાસ્ત્રી આશોકભાઈ પટેલનું કેહવું છે કે કે વાવાઝોડું જેવું લેન્ડફોલ થશે તેવું પવનની ગતિમાં પણ થોડોક ઘટાડો થશે આથી જ જયારે વાવાઝોડું ત્રાટકશે ત્યારે હવાની ગતિ 125 કિમિ થી 135 કિમિ રહી શકવાની સંભાવના સાધવામાં આવી રહી છે. 13 જૂનથી લઈને 17 જૂન સુધીની આગાહી કરતા અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે દરિયાકાંઠાના વિસ્તારો સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ માજા મુકશે જયારે કચ્છના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.
સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં મધ્યમ તો અમુક વિસ્તારોમાં ખુબ ભારે વરસાદ પડવાનો છે, આ સયે આખા ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના હવામાન શાસ્ત્રીએ વ્યક્ત કરી છે. 16 જૂન સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ વરસશે જયારે 17 જૂન સુધી કચ્છ તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ તેઓ બતાવી હતી, એટલું જ નહીં અશોકભાઈએ એમ પણ જણાવ્યું હતું કે આ હજુ વિધિવત રીતે ચોમાસાનું આગમન નહીં કહેવાય.