સરપંચની ચુંટણી લડતી મુંબઈ મોડલ એશ્રા પટેલે સામે ફરિયાદ નોંધાઈ? જાણો શુ હતું કારણ
હાલ ગુજરાતના ગામડાઓ મા સંરપંચની ચુંટણી ચાલી રહી છે ત્યારે અનેક ગામો ની ચુંટણી ઓ વિશેષ ચર્ચામાં આવી છે કારણ કે ઘણા એવા ગામો છે જેમા સંરપંચની ચુંટણી સમરસ બની છે તો કયાક કયાંક ગામો મા નાના મોટા ઝઘડા ના છમકલાં થયા છે ત્યારે અન્ય એક ગામ ની વાત કરવામા આવે તો છોટા ઉદેપુરના સંખેડા તાલુકા કાવીઠા ગામ મા મુંબઈ ની મોડલે પણ ઉમેદવારી નોંધાવી હતી.
મોડેલ એશ્રા પટેલે જયારથી ઉમેદવારી નોંધાવી છે ત્યારથી ચર્ચા ની વિષય બન્યો છે. અને ગામ ના મતદરો મા પણ અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો અને કાલે એશ્રા પટેલે (Aeshra Patel) વોટ આપીને પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો. પરંતુ હાલ એશ્રા પટેલને લઈને એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જાણવા મળતી વિગતો અનુસાર એશ્રા પટેલ વિરુદ્ધ એટ્રોસીટી એકટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી મળી રહી છે.
એશ્રા પટેલ પર ફરીયાદ કરનાર પ્રતિસ્પર્ધી ઉમેદવારના પતિ મનોજભાઈ સોલંકીએ કરી છે. ગઈકાલે મતદાન મથકે બબાલ થયા બાદ એશ્રા પટેલ અને તેના પિતા સહિત કુલ 12 લોકો પર FIR દાખલ કરવામા આવી છે. આપને જણાવી કે એશ્રા પટેલ ના પ્રતિસ્પર્ધી જ્યોતિકાબેન સોલંકી છે અને ગઈકાલે બન્ને ના સમર્થકો વચ્ચે મતદાન મથકે જપાજપી થય હતી બાદ મા પોલીસે મામલો થાળે પાડ્યો હતો.
જો એશ્રા પટેલની વાત કરવામા આવે તો તેવો મુંબઈ ના મોડેલ છે 100 જેટલી બ્રાન્ડ્સ માટે કામ કર્યું છે. એટલુ જ નહિ, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે પણ એડમાં કામ કરી ચૂકી છે.અને હવે પોતાના ગામ માટે કામ કરવા માંગે છે એશ્રા પટેલ ના પિતા આ અગાવ સંરપંચ રહી ચુકયા છે અને સામાજિક કાર્યો કરતા રહે છે.