માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગુજરાત રાજ્યના વાતાવરણમાં આવશે ઉલટફેર?? પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી, કહ્યું આ તારીખે કમોસમી વરસાદની શક્યતા…
હાલમાં ગુજરાતમાં વાતાવરણમાં ભારે બદલાવ થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ અંબાલાલ પટેલે ભારે આગાહી કરી હતી અને હવે ફરી એકવાર પરેશ ગૌસ્વામીએ આગાહી કરી છે. ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ કે તેમને શું આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કમોસમી વરસાદની શક્યતા હતી તેમજ ઠંડીનું જોર પણ વધવાની આગાહી કરેલ હતી હવે ચાલો અમે આપને જણાવીએ કે પરેશ ગૌસ્વામી એ શું આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે, તા. 1થી 3 માર્ચની વચ્ચે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે, હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તેમણે કહ્યું કે, રાજ્યના અનેક વિસ્તારોમાં વાદયછાયું હવામાન જોવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડશે કે નહીં તેના વિડીયોમાં કહ્યું છે. 1 લી માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર અને બોટાદમાં છુટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. તો બીજી માર્ચે ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સામાન્ય વરસાદની આગાહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.