સંકટ સમયે આ બાળકે હનુમાનજીને યાદ કર્યા ! 3 કલાક સુધી લિફ્ટમાં ફસાઈ ગયા બાદ પછી આ રીતે બચ્યો જીવ…જાણો પુરી ઘટના
સંકટ સમયે હનુમાનજી રક્ષા કરે છે, એટલે જ કહેવાય છેને કે હનુમાનજી હાજરા હજુર છે. હાલમાં જ ફરીદાબાદની એક સોસાયટીમાં 8 વર્ષનો છોકરો લગભગ 3 કલાક સુધી લિફ્ટમાં ફસાઈ ગયો અને આ બાળકે એવું કર્યું કે સૌ કોઈ લોકો માટે એક પ્રેરણાદાયી કિસ્સો છે. આ બાળકે એવું તે શું કર્યું કે ચારો તરફ વાહ વાહ થઈ રહી છે.
મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, ફરીદાબાદના સેક્ટર-86 સ્થિત ઓમેક્સ હાઇટ બિલ્ડિંગમાં આઠ વર્ષનો બાળક લગભગ 3 કલાક સુધી લિફ્ટમાં ફસાયેલો રહ્યો. 19 ઓગસ્ટની સાંજે બાળક ટ્યુશન ભણવા માટે લિફ્ટમાં પાંચમા માળેથી પહેલા માળે જઈ રહ્યો હતો. લિફ્ટ બીજા માળે ઉભી રહી. બાળકે ઈમરજન્સી બટન ઘણી વખત દબાવ્યું અને મદદ માટે બૂમો પાડી. કોઈપણ મદદ માટે ન આવ્યું.
આવા સંકટ સમયે બાળકે હનુમાજીને યાદ કર્યા અને બાળકે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. હનુમાન ચાલીસાનો પાઠ પૂર્ણ કરીને આ બાળકે ડરવાને બદલે લિફ્ટની અંદર બેસીને તેનું હોમવર્ક કરવા લાગ્યો. આ દિવસે બાળકની તબિયત ખરાબ હતી, જેના કારણે તેણે પુત્રને પડોશમાં ટ્યુશન માટે જવાનું કહ્યું હતું પરંતુ તેણે પુત્રને લિફ્ટમાં ન જવાની મનાઈ કરી હતી પરંતુ બાળક લિફ્ટમાં જ ગયો હતો.
બાળક ઘરે ન પુગતા શોધવાનું શરૂ કર્યું જાણવા મળ્યું કે બાળક લિફ્ટમાં જ ફસાયેલ છે, ત્યારબાદ બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો. આ બનાવ અંગે બાળકની માતા એ જવાબદાર વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવેલ પરંતુપોલીસે તેની ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હતો.