ખજૂરભાઈએ બનાવેલ આદસંગી હનુમાન મંદિરમાં ચોરીનો પ્રયાસ! બે ચોરો કેમેરામાં થયા કેદ, જુઓ વીડિયો…
આજના સમયમાં માણસ ખૂબ જ સ્વાર્થી અને લાલચી બની રહ્યા છે, હાલમાં જ એક બનાવ સામે આવ્યો છે. આ વિડીયો જોઈને તમને વિશ્વાસ આવી જશે કે માણસ ક્યારેય કોઈનો થઈ ન શકે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર યુવા વયના બે ચોરો મંદિરમાં ચોરી કરતાં પકડાઈ ગય. ચાલો આ ઘટના અંગે વિગતવાર જણાવી કે આખરે આ ચોરોએ કયા ચોરી કરી અને તેઓ શું ચોરી કરવામાં સફળ થયા? આ દરેક સવાલના જવાબ અંગે આપણે આ ઘટના વિષે વિગતવાર માહિતી આપીએ.
આ મંદિર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામમાં આવેલું છે. નાની એવી ટેકરી પર આવેલું આ હનુમાનજીનું ચમત્કારી મંદિર છે. આ મંદિરમાં બે ચોરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમની નજર સીસીટીવી કેમેરા પર પડતા તેઓ નાસી ગયા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે,આ મંદિરમાં બિરાજમાન હનુમાનજી મહારાજ મંદિરનો જીર્ણોધ્ધાર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ સવંત ર૦૭૯ જેઠ સુદ ૭ ને શનિવાર તા. ૨૭-૦૫-૨૦૨૩ ના રોજ કરવામાં આવેલ છે. આ સત્કાર્ય ખજૂરભાઈએ કર્યું છે.
આ મંદિરના એક તકતી લાગેલ છે, જેમાં લખેલું છે કે આ મંદિરનું જીર્ણોદધાર શ્રી નીતીનભાઈ જાની (ખજુરભાઈ) તથા શ્રી તરૂણભાઈ જાની (લાલાભાઈ) દ્વારા કરવામાં આવેલ છે. ખરેખર લોક સેવાની સાથે ખજૂરભાઈ દેવકાર્ય પણ કરે છે. તેમણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો એ વાત વખાણવા લાયક છે પરંતુ ખજુર ભાઈ જે રીતે લોકોની મદદ કરે છે, એવી જ રીતે સૌ લોકો જરૂરિયાતમંદ ની મદદ કરે તે ભાવના સાથે મંદીરના ગર્ભગૃહમાં તેમજ મંદીરની બહાર તરફ એક ખૂબ જ સારો સંદેશ લખાવ્યો છે.
મંદિરમાં લાગેલ તકતીમાં વાંચી શકશો કે, અહીંયા હનુમાન દાદાને તમારે રાજી કરવા હોય તો મંદિરમાં એકપણ રૂપિયો મૂકશો નહીં. જો દાદાને રાજી કરવા હોય તો ગામડાના દિન દુઃખિયા ગરીબ વર્ગને મદદ કરો. દાદા તમારી મનોકામનાઓ પૂરી કરશે. આ વાત સો ટકા સાચી છે કારણ કે માનવ સેવા એજ પ્રભુ સેવા છે. ખજૂર ભાઈના વિચારો ને સો સો સલામ, આ મંદિરમાં ચોરી જે ઘટના બની તે દુખદ છે અને આ ઘટના અંગે અન્ય તપાસ શરૂ છે.