ગુજરાતના નાના એવા ગામ મા જન્મેલા અતુલ પુરોહીત આવી રીતે બન્યા ગુજરાતના ગરબા સમ્રાટ! એક સમયે કોર્પોરેશન મા નોકરી કરતા હતા પછી…
ગુજરાતની સૌથી લોકપ્રિય નવરાત્રી એટલે વડોદરા શહેરમાં યોજાતી યુનાઇટેડ વે નવરાત્રી. દર વર્ષે અહીંયા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે પણ આ વર્ષે ગરબાનું ગ્રાઉન્ડ સરખું ન હોવાથી ખૈલેયાઓને પહેલા જ દિવસે કાંકરાઓ લાગ્યા હતા અને સતત બીજા દિવસે પથ્થર-પથ્થરની બૂમો પડી અને હોબાળો થતાં અધવચ્ચેથી ગરબા બંધ કરવા પડ્યા હતા. અતુલ પુરોહિતને જાતે સ્ટેજ પરથી જાહેરાત કરવી પડી હતી કે, પહેલીવાર એવું થયું કે, મારા છોકરાએ મને પથ્થર માર્યો અને એ માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહીં કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં શરૂ કરું. અતુલ પુરોહિતના આ નિવેદન બાદ તેઓ ખૂબ જ ચર્ચામાં આવ્યા છે.
અતુલ પુરોહિત ખૂબ જ લોકપ્રિય અને વરિષ્ઠ કલાકાર છે, જેમણે ગરબામાં પ્રસિદ્ધિ મળી છે, નવરાત્રીનાં શરૂઆતમાં જ અતુલ પુરોહિત કે પોતાનો લોકપ્રિય ગરબો તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસે રમવાને વહેલો આવજેનું વર્ષ 1982મા સહિયારું સર્જન કર્યું હતું અને પ્રથમવાર આ ગરબો વડોદરાના મહેસાણાનગરના ગરબા ગ્રાઉન્ડ પર ગાયો હતો. જેથી તેમણે આ વર્ષે ગરબાનું કોપીરાઈટ કરાવ્યું હતું.જેથી કરીને ગરબાના મૂળ સર્જકોનું અસ્તિત્વ રહે. ખરેખર અતુલ પુરોહિતનાં સ્વરે ગરબા ગુંજતા જ પગ ગરબા રમવા આતુર બને છે. આજે ચાલો અમે આપને અતુલ પુરોહિતનાં જીવન વિશે જણાવીએ.
એક કોર્પોરેશન તરીકે નોકરી કર્યા પછી એવો તે જીવન કઈ રીતે વળાંક આવ્યો કે, તેઓ ગરબા સમ્રાટ બની ગયા.
અતુલ પુરોહિત વડોદરા શહેરના શાસ્ત્રીય ગાયક છે. વિશ્વભરમાં તેઓખાસ કરીને તેઓ ગરબાના ગાયક તરીકે સૌથી વધારે પ્રસિદ્ધ છે. વડોદરાના સહુથી પ્રસિદ્ધ ગરબાઓ પૈકીના એક એવા યુનાઇટેડ વે ખાતે તેઓ સતત 20 વર્ષથી ખેલૈયાઓને પોતાના સ્વરના તાલે નચાવે છે. ત્યારે તમને એકવાર જરૂર વિચાર આવે કે, અતુલ પુરોહિત કઈ રીતે ગરબા સમ્રાટ બન્યા. આ અંગે જાણવા ચાલો તેમના જીવનની લ સંક્ષિપ્ત કહાની જાણીએ.
અતુલ પૂરોહિતનો જન્મ ૨૭ ફેબ્રુઆરી, ૧૯૫૭ના દિવસે ડભોઇ તાલુકાના ઢોલાર ગામ ખાતે થયો હતો. બાળપણથી જ તેઓ સંગીતના ચાહક હતા. એમણે દસ વર્ષની ઉંમરે પ્રથમ હાર્મોનિયમ મેળવી સંગીત શીખવાની શરૂઆત કરી હતી. શાળામાં તેઓ પ્રાર્થના ગવડાવતા અને અન્ય કાર્યક્રમ ભજનો અને ગીતો ગાતામ તેમના જીવન વળાંક ત્યારે આવ્યો, જ્યારે તેમણે ધોરણ દસની પરીક્ષા પાસ કર્યા પછી વડોદરા શહેરમાં કોર્પોરેશનમાં નોકરી મેળવી અને નાટ્યશાસ્ત્રના અભ્યાસ માટે વડોદરાની સંગીત કોલેજમાં એડમિશન લીધું.
શરૂઆત સ્થાનિક ગલીઓમાં અને સ્થાનિક કલાકારો સાથે ગાવાનું શરૂ કર્યું. નોકરીમાંથી છૂટ્યા બાદ જ્યારે અતુલ પૂરોહિત સાઇકલ લઈને રેડકોર્સ પાસે નીકળતા ત્યારે તેઓ ગરબા સાંભળવા ઉભા રહી જતા અને તેમને સપનામાં ક્યારેય નહોતું વિચાર્યું કે તેઓ ગરબા ગાશે. સમય જતાં ગરબા સાથે લગાવ થયો અને તેઓ નારાયણ ગરબા મંડળી સાથે જોડાયા અને ત્યારબાદ વડોદરાની ગલીએ ગલીએ ગરબા ગાવા જતા અને બસ આ શરૂઆત પછી ગુજરાતનાં લોકપ્રિય કલાકારો જેવા કે, પ્રાણલાલ વ્યાસ, પ્રફુલ દવે અને દિવાળીબેન ભીલ સાથે પણ ગાવાનો અવસર મળ્યો.
આ રીતે ધીમે ધીમે એમની ગાયક તરીકેની પ્રતિભા ધીમે ધીમે વધતી ગઈ. એમણે હૃદયપૂર્વક કાર્ય કરી વડોદરા શહેર ખાતે ગરબાગાયક તરીકે લોકચાહના મેળવી.વર્ષ ૧૯૮૩ના સમયમાં એમણે “રિષભ” નામના સંગીત જૂથની સ્થાપના કરી. તેમના સહુથી પ્રસિદ્ધ ગીતો પૈકીનું એક “તારા વીના શ્યામ” ખુબ જ લોકપ્રિય થયું. આ જ ગરબાએ રિષભ જૂથને વિશ્વ વિખ્યાત બનાવ્યું અને આમ તેમને વિશ્વભરમાં ખ્યાતિ મળી. વર્ષ ૧૯૯૨ના સમયમાં એમણે અન્ય એક જૂથ “ઋતુંભરા ગ્રુપ”ની સ્થાપના કરી.
આ ગ્રુપની સ્થાપના પછી અતુલ પુરોહિત છેલ્લા ૨૦ વરસથી સતત વડોદરા શહેર અને વિશ્વભરમાં પ્રખ્યાત યુનાઇટેડ વે ખાતે ગરબામાં ગવડાવે છે.સંગીતના ક્ષેત્રમાં એમના યોગદાન બદલ ગુજરાત સરકારે એમને વર્ષ ૨૦૧૪-૨૦૧૫નો ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ એનાયત કરેલ છે. એમની ખ્યાતિ માત્ર ગુજરાત પૂરતી સીમિત ન રહેતાં વિશ્વભરમાં ફેલાઈ છે. વિદેશોમાં પણ એમના કાર્યક્રમોને ખુબ જ સફળતા મળી છે. એમણે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ ખાતે પણ કાર્યક્રમો સફળતાપૂર્વક કર્યા છે. આજે પણ પોતાના સ્વરે ગુજરાતીઓને ગરબાના તાલે ઝુમાવે છે.