મહેન્દ્ર ફળદુની આત્મહત્યા પહેલાની ચોંકાવનારી ઓડિયો ક્લિપ સામે આવી ! જાણો શુ હતુ તેમા..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી જે રીતે આત્મ હત્યાના બનાવો વધી રહ્યા છે તેના કારણે લોકોમાં ચિંતા છે. વ્યક્તિ આર્થિક અને સામાજિક જેવા અનેક કારણોસર આત્મ હત્યા કરે છે આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે પોતાનું જીવન ઘણું મહત્વનું હોઈ છે તેવામાં જો વ્યક્તિ જાતે જ પોતાના જીવનનો અંત લાવે તો તે સમયે વ્યક્તિના મનમાં શું ચાલતું હશે આપણે કદાચ તેના વિશે વિચારીપણ ના શકીએ. જોકે આત્મ હત્યાના બનાવોમાં જે રીતે વધારો જોવા મળી રહ્યો છે તે બાદ એક વસ્તુ તો સાફ છે લોકોમાં સમજણ અને સહનશક્તિ નો અભાવ થઇ રહ્યો છે.
તેવામાં થોડા સમય પહેલા બનેલા આત્મ હત્યાના બનાવે આખા રાજ્યમાં ફરી ચકચાર મચાવી દીધો છે કે જ્યાં રાજ્યના જાણીતા બિલ્ડર અને કડવા પાટીદાર માં અગ્રણી ઉપરાંત યુવા ક્લબના ચેરમેન એવા મહેન્દ્ર ફળદુ દ્વારા આત્મ હત્યા કરવામાં આવી છે જો વાત તેમની આત્મ હત્યા અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે 150 ફૂટના રિંગ રોડ પર આવેલ પોતાનીજ કલ્પતરુ પ્રોપર્ટી નામની ઓફિસમાં આત્મ હત્યા કરી છે આ માટે તેમણે પહેલા ઝેરી દવા પીધી હતી અને પછી ગળાફાંસો ખાધો હતો.
જો કે હાલમાં આ આત્મ હત્યા ઘણી ચર્ચામાં છે કારણ કે મહેન્દ્ર ફળદુએ આત્મ હત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી જેને લઈને ઘણી શંકાઓ જોવા મળી છે જણાવી દઈએ કે પોલીસ ને મહેન્દ્ર ફળદુ ની ત્રણ પેજની સુસાઇડ નોટ મળી હતી પરંતુ એવું માનવામાં આવે છે કે આ સુસાઇડ નોટ ચાર પેજની હતી અને હાલમાં આ ચોથું પેજ ગાયબ છે. જણાવી દઈએ કે અત્યારે મળેલ આ ત્રણ પેજની સુસાઇડ નોટમાં પ્રથમ અઢી પાના કમ્પ્યુટર માં લખેલા છે જયારે ત્રીજું અડધું પાનું હાથેથી લખેલું છે.
જેને લઈને પણ અનેક સવાલો સામે આવ્યા છે. જણાવી દઈએ કે મહેન્દ્ર ફળદુ પોતાની સુસાઇડ નોટ અનેક લોકોને પ્રેસ નોટ તરીકે પણ મોકલી હતી જયારે તેમના ફોનને તપાસવામાં આવ્યો અને ઈન્ટરનેટ ઓન કરવામાં આવ્યું ત્યારે આ પ્રેસનોટ અનેક લોકોને વોટ્સએપના માધ્યમથી મળી. પરંતુ આ તમામ વચ્ચે હાલમાં મહેન્દ્ર ફળદુ નો એક ઓડીઓ રેકોર્ડિંગ ઘણું વાયરલ થઇ રહ્યું છે જણાવી દઈએ કે આ ઓડીઓ રેકોર્ડિંગમા જણાવી દઈએ કે આ રેકોર્ડિંગમાં મહેન્દ્ર ફળદુ સુસાઇડ નોટમાં લખેલી બાબતજ જણાવે છે.
તેમ સંભળાઈ રહ્યું છે કે મહેન્દ્ર ફળદુ બોલે છે 2007 માં ઓઝીન ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટમાં મેં અને મારા કહેવા પર અન્ય લોકોએ રોકાણ કર્યું રોકાણ કરતા લોકોએ મારા પર ભરોષો કર્યો પરંતું અનેક પ્રકારે એમ. એમ. પટેલ તથા અમિત ચૈહાણ ઉપરાંત ઓઝોન ગ્રુપના ડાયરેક્ટર દ્વારા હજુ જમીનના દસ્તાવેજ આપવામાં આવતા નથી. કે જમનીને લઈને પૈસા પણ આપવામાં આવતા નથી.
વધુમાં મહેન્દ્ર ફળદુ કહેછે કે તેમણે અને તેમના સાથીઓ દ્વારા જેટલા પણ નાણાં તમારી સ્કીમમાં રોકાવમાં આવ્યા છે તેની રકમ આપણા ખાતામાં પણ છે ઉપરાંત તેની એન્ટ્રી આપના આઈટીઆરમાં પણ છે. તેમે પૈસા ચુક્યા નથી માટે મારા થાકી જેટલા લોકોએ આ સ્કીમમાં નાણાં રોક્યા હતા તેમને 1350ના ભાવે વ્યાજ સાથે નાણાં ચૂકવી દીધા છે, તેમે ઘણા લોકોને વર્ષ 2010, 2016 અને 2017 માં જમીનના નાણાં ચૂકવી દીધા છે. અને તેમને ફ્રી કર્યા છે.
મહેન્દ્ર ફળદુ આગળ જણાવે છે કે તેમના અને તેમના થાકી કરેલા લોકોના રોકાણની કિંમત 70 કરોડ જેટલી થાય છે આ પેમેન્ટ ઘણું મોટું હોવાથી ખરીદેલી જમીન ઓછા ભાવે પડાવી લેવા માંગતા હોઈ તેમ લાગે છે આ સમયે એમ, એમ, પટેલ કહે છે કે સાંસદ મારી જમીન પર કાર્યાલય ચલાવે છે. જે બાદ મહેન્દ્ર ફળદુ એ કહ્યું કે તેઓ પોતાના છેલ્લા શ્વાવ પહેલા કહી રહ્યા છે કે એમ. એમ. પટેલ તથા અમિત ચૈહાણ ઉપરાંત ઓઝોન ગ્રુપના ડાયરેક્ટર ને છોડીશ નહિ.સાથે મહેન્દ્ર ફળદુ એવી વિનતી પણ કરે છે કે તેમના મૃત્યુ પછી તેમના પરિવાર ને હેરાન કરવામાં ન આવે.