Entertainment

બબીતાજી એ ક્યુટ બેબી સાથે તસવોરો શેર કરી ને લખ્યુ કે આ નાની પરી….

હાલમાં જ્યાં જુઓ ત્યાં બબીતાજી ચર્ચાઓ થઈ રહી છે. વાત જાણે એમ છે કે, બબીતાજી પોતાના સોશિયલ મીડિયા પ્લેટફ્રોમ પર એક બેબી સાથે પોતાની તસ્વીરો પોસ્ટ કરી છે, ત્યારે તમને પણ વિચાર આવશે કે, આખરે આ બેબી કોનું છે અને શા માટે તેમણે આ ફોટોઝ પોસ્ટ કરેલ છે? સૌથી મહત્વની વાત તો એ છે કે, બબીતાજીએ આ નાના બેબી વિશે ખાસ વાત પણ કહી છે, ત્યારે ચાલો અમે આપને આ બેબી વિશે જણાવી કે, આખરે આ બેબી કોનું છે અને બબીતાજી સાથે તેનો શું સંબંધ છે?

ખરેખર આ એક ખૂબ જ ચોંકાવનારી અને આશ્ચય ની વાત છે કે, બબીતાજી બેબી સાથે પોતાની તસ્વીરો શેર કરી છે, ત્યારે અનેક સવાલો દરેક વ્યક્તિનાં મનમાં ઉદ્દભવે એ વાત સ્વાભાવિક છે. ત્યારે ચાલો અમે તમારી આ મુંઝવણને દૂર કરીએ. વાત જાણે એમ છે કે, હાલાં ટેલિવુડના કલાકારોના ઘરે પારણા બંધાયા છે. કોમેડિયન ભારતી સિંહ એ બાળકને જન્મ આપ્યો છે, જ્યારે ટેલિવુડની લોકપ્રિય અભિનેત્રી દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરી હાલમાં જ માતા-પિતા બન્યા છે.

લગ્નના 11 વર્ષ બાદ તેમના ઘરે પારણું બંધાયું છે. રવિવારે દેબીના બેનર્જીએ મુંબઈની એક હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો. સોશિયલ મીડિયા પર ગુરમીત અને દેબીનાએ પ્રેગ્નેન્સની જાહેરાત કરી ત્યારથી તેઓ એક-એક અપડેટ્સ શેર કરતા હતા. તેઓ માતા-પિતા બની ગયા છે ત્યારે તેનું સેલિબ્રેશન પણ તેમણે કર્યું હતું. 3 એપ્રિલે દેબીના બેનર્જીની ડિલિવરી થયા બાદ 5મી એપ્રિલે તેને અને દીકરીને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. એક્ટર મા અને દીકરીને લઈને ઘરે આવ્યો હતો અને બંનેનું શાનદાર સ્વાગત પણ કર્યું હતું.

હાલમાં બબીતાજી પણ ગુરમીત અને દેબીના ઘરે જઈને તેમને બંનેને શુભેચ્છાઓ પાઠવી હતી અને સાથો સાથ તેમણે આ નાની એવી પરી સાથે યાદગાર પળો વિતાવેલી.આ તમામ તસ્વીરો તેમને સોશિયલ મીડિયામાં શેર કરેલી છે. તમે તસ્વીરોમાં બબીતાજી સાથે ક્યૂટ પપ્પી પણ જોઈ શકો છો. બબીતાજીએ આ પોસ્ટ શેર કરતાની સાથે કેપ્શન પણ લખ્યું છે.બબીતાજીની આ વાત સૌને સ્પર્શી ગઈ છે.

બબીતાજી એ લખ્યું કે, આખરે કાલે રાત્રે હું નાની એવી પરીને મળી અને મારું હદયસ્પર્શી ગયું. આ લાગણી ને હું વ્યક્ત નથી કરી શકતી. દેબીના અને ગુરમીતની આ સૌથી સુંદર સફર છે માતાપિતા બનવાની.આ નાની પરીને ચુંબન કરવું તેમજ તેની સાથે વ્હાલથી રમાડવાની હું રાહ નથી જોઈ શકતી અને મને વારંવાર મળવાની ઈચ્છા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!