ગુજરતના આ ગામ મા કરવામા આવી ગધેડીની ગોદ ભરાઈ ! આવુ કરવા પાછળ નુ કારણ જાણશો તો…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી પર મનુસ્ય ઉપરાંત અન્ય અનેક જીવો વસવાટ કરે છે તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે કુદરત દ્વારા મનુસ્યને અનેક અનોખી તાકાતો અને ખાસ કરીને સમજવા અને વિચારવા જેવી બુદ્ધિ આપી છે આ પૃથ્વી પર મનુસ્ય જેટલી વિકસિત પ્રજાતિ કોઈ નથી માટે મનુસ્ય નું કર્તવ્ય છે કે તે પૃથ્વી પર લુપ્ત થતી પ્રજાતિને રોકે અને આવી પ્રજાતિ નું સંવર્ધન કરીને તેને નવું જીવન આપે.
આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો લાગણીશીલ છે માટે તે પોતાની પાસે રહેલા પાલતુ જાનવરો ને ઘણો પ્રેમ કરે છે અને તેને પોતાના પરિવારનો જ એક ભાગ માને છે અને પોતાના પાલતુ જાનવર માટે કઈ પણ કરી છૂટવા માટે હંમેશા તૈયાર રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે મનુસ્ય અનેક રીતિ રિવાજો સાથે સંકળાયેલો છે તેવામાં અલગ અલગ ખાસ પ્રસંગો ને લઈને અનેક માન્યતા ઓ મનુસ્યમાં જોવા મળે છે આવોજ એક રિવાજ ગોદ ભરાઈ નો છે જેના વિશે આપણે સૌ વાકેફ છીએ.
પરંતુ જો કહેવામાં આવે કે એક એવી જગ્યા છે કે જ્યાં મહિલા નહિ પરંતુ ગધેડી ની ગોદ ભરાઈ કરવામાં આવી છે તો ? તમને જાણીએ નવાઈ લાગશે પરંતુ આ ઘટના સત્ય છે અને આ બનાવ બીજે કહી નહિ પરંતુ આપણા રાજ્ય ગુજરાતમાં જ જોવા મળ્યો છે તો ચાલો આપણે આ બનાવ અંગે વિગતે માહિતી મેળવીએ. મળતી માહિતી અનુસાર ગોદ ભરાઈનો આ બનાવ રાજ્યના રાજકોટ જિલ્લામાં આવેલા ઉપલેટામાં જોવા મળ્યો છે.
અહીં લોકો દ્વારા ગર્ભવતી ગધેડીની ગોદભરાઈ કરવામાં આવી છે જણાવી દઈએ કે આ કોઈ મામૂલી ગધેડી નથી પરંતુ હાલારી પ્રજાતિ ની ગધેડી છે. જો વાત કરીએ કે શા માટે આ ગધેડી ની ગોદ ભરાઈ કરવામાં આવી તે બાબત અંગે તો જણાવી દઈએ કે આ પ્રજાતિની સંખ્યા દિવસે ને દિવસે ઘટી રહી છે માટે તેના સંવર્ધન માટે આવા કાર્યક્રમ ની રચના કરવામાં આવી. જણાવી દઈએ કે આ કાર્યક્રમ ભુજ ની સહજીવન સંસ્થા દ્વારા યોજવામાં આવ્યો હતો.
અહીં 33 જેટલી માદા ગધેડી ને કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી હતી આ માટે કાર્યક્રમ માં સૌ પ્રથમ મહિલાઓ દ્વારા હાલેરી ગધેડી ને તૈયાર કરવામાં આવી અને તે બાદ તમામ વિધિ વિધાન મુજબ ગર્ભ સીમંત સંસ્કાર કરવામાં આવ્યો. અને ગોદભરાઈ ની વિધિ કરવામાં આવી. જણાવી દઈએ કે હાલમાં આ પ્રજાતિ ની સંખ્યા માત્ર 439 રહી છે. માટે તેને બચાવવા અને ઉછેરવા માટે આવા કાર્યક્રમ કરવામાં આવ્યા જો વાત હાલેરી ગધેડીના મહત્વ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેના દૂધમાં ઘણા પ્રકારની ઔશધિના ગુણ છે.
અને તેની ગુણવતા પણ અન્ય ગધેડીના દૂધ કરતા સારી છે માટે જ તેના દૂધની કિંમત એક લિટરના 1000 રૂપિયા છે માટે જ તેના સંવર્ધનથી તેના દૂધનો ઉપયોગ ઔશધિ તરીકે કરી શકાય. આ આવી રીતે ગધેડીનો ગોદભરાઈ નો કાર્યક્રમ આખા ભારત માં પહેલી વખત કરવામાં આવ્યો હશે આ બાબત સહજીવન સંસ્થા ના પ્રોગ્રામ ડાયરેક્ટરે જણાવી હતી.