બગોદરા પાસે અકસ્માતમાં મૃત્યુ પામેલા રાજકોટના જુડોના ખેલાડી અને કોચની અંતિમયાત્રા નિકળી, પરિવારજનો હિબકે ચડ્યા
અમદાવાદ બગોદરા રોડ પર એક ભંયંકર અકસ્માત સર્જાયો હતો જેમા તુફાન કાર ટ્રક ની પાછળ ભયંકર રીતે ઘુસી ગઈ હતી અને કાર ની આગળ નો ભાગ કુચડો વળી ગયો હતો અને કાર મા સવાર લોકો ને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ત્રણ લોકો ના મોત થયા હતા જેમા બે વિદ્યાર્થી અને એક કોચ હતા.
જાણવા મળતી વિગતો અનુસાર રાજ્યકક્ષા ની અન્ડર 19 જુડો ની સ્પર્ધા 26 થી 28 ડીસેમ્બર વચ્ચે યોજાઈ હતી જેમા રાજકોટ ના ખેલાડીઓ સ્પર્ધા મા ભાગ લઈ ને પરત ફરી રહયા હતા ત્યારે બગોદરા હાઈ વે પર ભયંકર અકસ્માત થયો હતો જેમા દસ જેટલા વિદ્યાર્થી ઓને ગંભિર ઈજા પહોચી હતી જયારે બે વિદ્યાર્થી અને એક કોચનુ કરુણ મોત થયુ હતુ જયારે અન્ય વિદ્યાર્થીઓ ને અમદાવાદની સીવીલ હોસ્પીટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાથી બે વિદ્યાર્થી ઓ ની સ્થિતી નાજુક છે.
આ અકસ્માત ની ઘટના મા કુલ ત્રણ લોકો ના મૃત્યુ થયા હતા જેમા રાજકોટની જસાણી સ્કૂલમાં અભ્યાસ કરતાં અને કોંગ્રેસ સોશિયલ મીડિયા કો-ઓર્ડિનેટર ભાર્ગવ પઢિયારના પુત્ર હર્ષ પઢીયાર અને કોચ વિશાલ મુકેશ ઝરીયાના અને એક વિદ્યાર્થીની રાજકોટની ધોળકીયા સ્કૂલમાં અભ્યાસ કરતી પોરબંદરની ખેલાડી ઈશુની બોખીરીયા પણ હતી. ઈશુ નો મૃતદેહ મૃતદેહને તેના વતન પોરબંદર મોકલવામાં આવ્યો હતો.
જ્યારે હર્ષ પઢીયાર અને કોચ વિશાલ મુકેશ ઝરીયાના મૃતદેહ ને રાજકોટ પહોંચાડવા આવ્યો હતો બન્ને ની અંતીમ યાત્રા મા મોટા પ્રમાણ મા લોકો જોડાયા હતા અને કરુણ દૃશયો સર્જાયા હતા.