શિક્ષકે બાળકને પૂછ્યું કે ‘ગાંધીજીનો જન્મ ક્યાં થયો ?’ તો બાળકે એવો જવાબ આપ્યો કે તેને સાંભળી તમે હસી હસીને ગોટા વળી જશો…જુઓ વિડીયો
આપણા રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજી વિષે ફક્ત ભારત જ નહીં પણ આખું વિશ્વ તેના વિશે જાને છે, એવામાં તમે કોઈ પણ વ્યક્તિને ગાંધીજી વિશેની કોઈ વાતો પૂછો તો તે તરત ફટકે જવાબ આપી દેતા હોય છે જ્યારે અમુક લોકો એવા અપવાદ રૂપ પણ હોય છે જે ગાંધીજી વિશે એટલું બધું જ્ઞાન ધરાવતા હોતા નથી. પરંતુ જ્યારે બાળકોને ગાંધીજી વિશે પૂછવામાં આવે ત્યારે અમુક વખત ખુબ અનોખા અને ફની જવાબો આપણને સાંભળવા માટે મળતા હોય છે
સોશિયલ મીડિયા પર હાલના સમયમાં આવો જ એક વિડીયો ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેને જોયા બાદ લોકોએ પણ પોતાનું હાસ્ય જ છોડી મૂક્યું છે.આ વિડીયોમાં એટલું બધું તો શું ખાસ છે તે તો તમને જોઈને જ ખબર પડશે. સોશિયલ મીડિયા પર સૌથી વધારે જો કોઈ કેટેગરીના વિડીયોને પસંદ કરવામાં આવે છે તો તે ફની વિડીયો છે. હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ફની વિડીયો લોકોને ખુબ વધારે પસંદ આવે છે, એટલું જ નહીં લોકો આવા વિડીયો પર ખુબ પ્રેમ વરસાવે છે.
એવામાં વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક રિપોર્ટર બાળકોને ગાંધીજીને લઈને એક સવાલ પૂછે છે જેનો જવાબ બાળકો એવી રીતે આપે છે કે સાંભળીને તમારું પણ હાસ્ય જ છૂટી જશે. રિપોર્ટર આ બાળકને પૂછે છે કે ‘ગાંધીજીનો જન્મ ક્યાં થયો’ તો બાળક આ સવાલનો ખુબ ફની અંદાજમાં જવાબ આપતા કહે છે કે ‘ગાંધીબાપુનો જન્મ ખાટલામાં થયો હતો’ જયારે આ જ સવાલ બીજા બાળકને પૂછવામાં આવે છે તો તે પણ એવો જ જવાબ આપે છે, જે લોકોને હસાવી રહ્યો છે.
બીજો બાળક આ અંગેનો જવાબ આપતા એવું કહે છે કે ‘ગાંધીબાપુનો જન્મ શાલમાં થયો હતો.’ ખરેખર હો બાકી આ વિડીયો ખુબ ફની છે. જણાવી દઈએ કે વાયરલ થઇ રહેલા આ વિડીયોને ઇન્સ્ટાગ્રામ પર jayesh._.vaghela નામના વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો હતો જે લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે. આ વિડીયો પર અત્યાર સુધી 50 હજારથી પણ વધારે લાઈક આવી ચુકી છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો.
View this post on Instagram