અયોધ્યામાં પણ બોલાશે બગદાણાના બાપા સીતારામની જય! હરિહરની હાંકલ સાથે ભક્તો માટે શરૂ થયું ભવ્ય અન્નક્ષેત્ર…જુઓ વિડિયો
સૌરાષ્ટ્રની ધરા સાધુ સંતોની ભૂમિ છે, જેમની ભક્તિના પ્રતાપે ભગવાનને પણ આવવું પડ્યું છે. આપણે જાણીએ છે કે, આપણા ગુજરાતમાં બજરંગ દાસ બાપુ જેવા મહાન સંત થઈ ગયા, તેમના નામ થકી આજે જગત આખું સિતારામ નામનો મહામંત્ર જપે છે. જેની બંડીમાંથી હમેશાં પોતાના ભક્તોના દુઃખદ દૂર કર્યા છે, એવા બજરંગ દાસ બાપાનું બગદાણા ધામ સ્વયં શ્રી રામની દિવ્ય અનુભૂતિ કરાવતું સ્થાન છે, સૌથી ખાસ વાત કે બગદાણામાં ભાવિ ભકતોમાં માટે અન્નક્ષેત્ર ચાલુ છે, જ્યાં સૌ ભક્તો પ્રસાદ અચૂકપણે લે છે.
સૌ ગુજરાતીઓ માટે ખુશ ખબર છે કે, હવે અયોધ્યામાં પણ બાપા સિતારામનનું નામ ગુંજશે. આપણે ત્યાં કહેવાય છે ને ક્યાં અન્નો ટુકડો ત્યાં હરિ આપણો ઢુકડો. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર અયોધ્યા ખાતે ગુરુ આશ્રમ બગદાણા સંચાલિત બાપા સીતારામ અન્નક્ષેત્ર 29 જાન્યુઆરીથી અયોધ્યામાં શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ ભવ્ય અન્નક્ષેત્રમાં અહીં 50 રસોયા, 25 સહાયકો તેમજ 150 સ્વયંસેવકો રામભક્તોની સેવામાં 24 કલાક હાજર રહેશે. તમામ ભાવિ ભક્તોને સવાર, સાંજ અને બપોરે ભોજન પ્રસાદ આપવામાં આવશે. આપણે જાણીએ છે કે બગદાણા ખાતે ભવ્ય અન્નક્ષેત્ર ચાલુ છે, જ્યાં રોજ લાખોની સંખ્યામાં લોકો પ્રસાદ લે છે. હાલમાં અયોધ્યાના પણ અન્નક્ષેત્ર શરૂ થતાં આશ્રમ વતી એક સંતે કહ્યું છે.
તમારે જવાની જરૂર નથી તમારો જેવો ગુરુ છે ને એવો ગુરુ કોઈને મળ્યો નથી. આનંદની વાત છેકે બગદાણા વતી અયોધ્યા અન્નક્ષેત્ર શરૂ થઈ ગયું છે, જેમ અહીંયા હરીહરની હાકલ બોલે તેમ ત્યાં બોલે છે. આપણે તો આ આશ્રમ આજીવન ચલાવવાનો છે. ખરેખર ધન્ય છે શ્રી બજરંગદાસ બાપુની અતૂટ ભક્તિ કે તેમના આશીર્વાદ થકી આજે પણ હરિહરની હાકલ યથાવત છે.