Gujarat

હે ભગવાન !! બાવળા-બગોદરા હાઇવે પર અકસ્માત સર્જાતા એક જ સાથે 10 લોકોનું પ્રાણ પંખેરું ઉડી ગયું, ચોટીલા દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યાં…

ગુજરાત માટે હાલ એક ખુબ જ મોટા દુઃખના સમાચાર સામે આવ્યા છે કારણ કે અમદાવાદ ના બાળવા-બગોદરા હાઇવે પર ખુબ મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં એક જ સાથે એક બે નહીં પરંતુ ઘટના સ્થળ પર જ 10 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનામાં 5 મહિલાઓ તથા 3 બાળકો મૃત્યુ પામ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. જાણવા મળ્યું છે કે આ અકસ્માતમાં ટ્રક પાછળ મીની ટ્રક ધડાકા સાથે અથડાતા આ દુઃખદ ઘટના બની હતી, આ ઘટનામાં 10 લોકોને ગંભીર ઇજાનો એહવાલ પણ સામે આવ્યો છે, મૃત્યુનો આંકડો આગળ ના વધે બસ તેવી પ્રાર્થના.

અકસ્માત અંગે જાણવા મળેલ છે કે કપડવંજ તથા બાલાસિનોરના 17 લોકો છોટાહાથીના લોડિંગ ટેમ્પોઆ બેસીને ચોટીલા દર્શને ગયા હતા જ્યાંથી તેઓ પરત ફરી રહયા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે પંચર થયેલી ટ્રક ઉભી હતી એવામાં આ લોડિંગ ટેમ્પો આ તર્ક પાછળ ઘુસી જતા આ મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં એક જ સાથે 10 લોકોનું તો ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું, જયારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો સહિત 108 તથા એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તમામ ઇજાગ્રસ્તો તથા મૃતકોના મૃતદેહને જવામાં આવી રહયા હતા, હાલ તો મૃતકોની પોસ્ટમોર્ટમની પ્રકિર્યા ચાલી રહી છે, આ તમામ ઘટનાને ધ્યાનમાં લઈને સ્થાનિક પોલીસે હાલ તપાસ હાથ ધરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહીની શરૂઆત કરી દીધી છે.

દિવ્યભાસ્કરના એહવાલ મુજબ જાણવા મળેલ છે કે લોડિંગ ટ્રક છોટા હાથીની અંદર આગળની સીટે 3 લોકો બેઠેલા હતા, સામે આવી રહ્યું છે કે આ તમામ લોકો કપડવંજના સુણદા ગામના રહેવાસીઓ છે જેઓ ચોટીલા માતાજીના દર્શન કરીને પરત ફરી રહયા હતા.હાલ આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત 3 લોકોની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે, એવામાં કાયદાએ શિકંજો કસતા સિવિલ હોસ્પિટલમાં એક પણ મીડિયા કર્મીને જવાની બાબતે મનાઈ કરી દેવામાં આવી હતી.

આ ધ્રુજાવી દેતો અકસ્માત અમદાવાદ લગભગ 50 કિમીના અંતરે આવેલ બાવળા-બગોદરા હાય વે પર બન્યો છે, અકસ્માતની આવી ખબર મળતાની સાથે જ આખા ગુજરાત રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું જેના પડઘા આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સુધી પડતા તેઓએ પણ ટ્વીટ કરીને આ ઘટના અંગેનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે ‘અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઇવે પર થયેલ અકસ્માતની ઘટના હ્નદયવિદારક છે, ભગવાન આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના આત્માને શાંતિ આપે અને ઇજાગ્રસ્તોને ઝડપથી સાજા કરે એવી પ્રાર્થના કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!