લગ્ન કરતા પહેલા ચેતી જજો ! વડોદરાના વેપારીને લગ્ન મા 5 લાખ નો ચુનો લાગ્યો ઉપરથી લુટેરી દુલ્હન ઘરેણા અને રોકડ
ગુજરાતમાં લૂંટેરી દુલ્હનના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે હાલમાં જ વડોદરાના વેપારીને લગ્ન મા 5 લાખ નો ચુનો લાગ્યો ઉપરથી લુટેરી દુલ્હન ઘરેણા અને રોકડ લઈને ફરાર થઇ ગઈ. આ ઘટના ખરેખર ખુબ જ ચોંકવનારી અને ચેતવણી સમાન છે. આ બનાવ અંગે વિગતવાર માહિતી આપીએ. લગ્ન ઇચ્છુક યુવાનો માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, મોટાભાગના યુવકોની ઉંમર થતા યોગ્ય કન્યા ન મળતા એજન્ટો તેમજ મેરેજ બ્યુરોના સહારે લગ્ન જીવનની શરૂઆત કરતા હોય છે, પણ આવા મેરેજ બ્યુરો અને એજન્ટો ઠગાઈ કરે છે.
હાલમાં જ દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર જાણવા મળ્યું છે કે, વડોદરા શહેરમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા યુવક સાથે લગ્નના નામે 5 લાખ રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આ સમગ્ર બનાવમાં જાણવા મળ્યું છે કે, આરોપી બીજું કોઈ નહીં પણ મેરેજ બ્યુરોના સંચાલકે સામે આવ્યા છે.
મેરેજ બ્યુરોના સંચાલકે ઔરંગાબાદની એક યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા, પરંતુ લગ્ન થયા બાદ 10 દિવસમાં જ યુવતી પતિ અને સોનાના દાગીના લઈને ફરાર થઇ ગઈ.
આ ઘટનાને લઇને પોલીસે અમદાવાદના મેરેજ બ્યૂરો સંચાલક કિરીટ ઉર્ફે કિરણ ઝાલા સામે કાર્યવાહી શરૂ કરી છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર યુવકના લગ્ન તા. 26 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદની દીક્ષા બોરડે સાથે થયા હતા. લગ્ન પહેલા કિરીટ, સેજલ અને દીક્ષાના પરિવારે યુવક પાસેથી 5 લાખ રૂપિયા પડાવ્યા હતા અને બાદમાં યુવતીએ પણ 10 દિવસ સાથે રહીને ઘરેણાં અને રોકડ લઈને ફરાર થઇ ગયેલ હાલમાં આ બનાવ અંગે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.