ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર દેવાયત ખવડના Prank વિડીયો બનાવતા પહેલા ચેતી જજો! આપી જાહેર ચેતવણી,જુઓ શું કહ્યું
ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાત દેવાયત ખવડે સોશીયલ મીડિયા પર એક જાહેર સૂચના અને ચેતવણી પોસ્ટ કરી છે. આ સૂચના દરેક સોશિયલ મીડિયા યુઝર્સ માટે ખૂબ જ સાવચેતી સમાન છે. ચાલો અમે આપને વિગતવાર જણાવીએ કે આખરે દેવાયત ખવડે શું સૂચના આપી છે તેમજ લોકોને શું અપીલ કરી છે. ખરેખર હાલમાં આ પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
દેવાયત ખવડે પોતાના સોશિયલ મીડિયા એક પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કેસોશિયલ મિડિયાના માધ્યમોમાં મારા નામથી અનેક ખોટા નામ અને ફોટોનો ઉપયોગ કરી ફેક આઇડી બનાવેલ છે તથા અનેક વિડિયોને એડિટિંગ કરી ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે. Instagram- @devayatkhauad_official Facebook – Devayatbhai Khavad Youtube -Devayatkhavadofficial અમારા આ જ ઓફિસિયલ એકાઉન્ટ છે.
જેની ચાહક મિત્રો એ નોંધ લેવી અને અન્ય બીજા ખોટા જે એકાઉન્ટ બનેલા છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમારા નામથી કોઈ મેસેજ, અપશબ્દો, પૈસાની માંગણી કે કોઈ માંગણી કરવામાં આવે તો વિશ્વાસ કરવો નહિ અને ૧૦૦ નંબર અથવા સાયબર હેલ્પલાઇન પર ફોન કરી ફરિયાદ નોંધાવવી.
લોકડાયરા સિવાયના Prank વિડિયો અને ફોટા આવા ખોટા આઈડી દ્વારા એડિટિંગ કરેલા શેરિંગ કરનાર વિરૂદ્ધ સાયબર એક્ટ અંતર્ગત કાયદેસર પગલાં ભરવામાં આવી રહ્યા છે જેની નોંધ લેવી. હાલમાં આ સૂચન સોશીયલ મીડીયા પર ખૂબ જ વાયરલ રહ્યું છે, જેથી સૌ ચાહકો અને સોશિયલ મીડિયા પેજ ચલાવનાર લોકો માટે સાવચેતી અને ચેતવણી સમાન છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.