Gujarat

વિદેશ જવા માંગતા ચેતી જજો ! કેનેડામાં નવસારીના વિધાર્થીનું કરુણ મોત થયું, વધુ 6 નો જીવ જોખમમાં, જાણૉ વિગતે….

વિદેશમાં ગુજરાતીઓની મોતના અનેક બનાવો સામે આવે છે, ત્યારે હાલમાં જ કેનેડાના ટોરેન્ટોમાં નવસારીના એક વિધાર્થીનું મોત થયું છે. ચાલો અમે આપને આ દુઃખદ ઘટના વિષે જણાવીએ કે ક્યાં કારણે આ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો? ખરેખર આજે દરેક લોકોને વિદેશ જવાની ઘેલછા છે અને અનેક લોકો પોતાના જીવન પણ ગુમાવે છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, નવસારીના જલાલપોર તાલુકાના મોટીકરોડ ગામનો આ વિદ્યાર્થી ટોરેન્ટોમાં સાત વિદ્યાર્થીઓના ગ્રુપ સાથે રહેતો હતો. ટોરેન્ટોના ટાઉનહાઉસમાં ઓન એકટીવા એવેન્યુ વિસ્તારમાં દુર્ઘટના ઘટી હતી. ઘરના ગેરેજમાં કાર ચાલુ રહી ગઈ હતી અને તેથી રાત્રિ દરમિયાન ઘરમાં કાર્બન મોનોક્સાઈડ ફેલાઈ જતાં સાતેય વિદ્યાર્થીઓ ગુંગળાયા હતાં,

આ દુઃખદ ઘટનામાં એકનું મોત થયું જ્યારે છ લોકો હાલમાં સારવાર હેઠળ છે. નીલ પટેલના મોતથી પરિવાર અને નવસારી પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મુર્તકની આત્માને શાંતિ મળે તેમજ જે વિધાર્થીઓ સારવાર હેઠળ છે તેઓ જલ્દીથી સ્વચ્છ થઇ જાય જેથી કરીને તેમના પરિવારમાં દુઃખ ઘડી ન આવે. ખરેખર વિદેશમાં વસતા અનેક ગુજરાતીઓ માટે વિદેશની ઈચ્છા મુત્યુમુ પણ કારણ બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!