મોરબી : દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ! ફક્ત બે વર્ષના માસૂમનું એવી લાપરવાહીથી મૃત્યુ થયું કે જાણી તમે પણ ધ્રુજી જશો..
હાલ આખા ગુજરાત માંથી રોજબરોજના અનેક એવા બનાવો સામે આવી રહ્યા છે જેના વિશે જાણીને આપણને પણ આંચકો જ લાગી જતો હોય છે, હાલ હાર્ટઅટેકની ઘટના ધીરે ધીરે રાજ્યમાં કહું વધારે વધતી જઈ રહી છે રોજ આ રોગને લઈને જ અનેક લોકો મૌતને પામી રહ્યા છે, એવામાં મોરબી માંથી એક ખુબ જ ધ્રુજાવી દેતી ઘટના સામે આવી છે જેને દરેક વાલીઓએ ખાસ વાંચવો જોઈએ.
તમને જણાવી દઈએ કે મોરબીના હળવદ માંથી આ દુઃખદ ઘટના સામે આવી હતી જેમાં ફક્ત બે વર્ષના બાળકનું મૃયુ થવાથી ભલભલા ધ્રુજી ઉઠ્યા હતા કારણ કે ઘટના જ એવી બની હતી, આ ઘટનાની અંદર બે વર્ષીય બાળક ગરમ પાણીની અંદર પડી ગયો હતો જેને લઈને ગંભીર રીતે દાઝી જતા તેને રાજકોટની ખાનગી હોસ્પિટલ અર્થે સારવાર માટે ખસેડી દેવામાં વ્યો હતો જ્યા ગણતરીના સમયમાં જ બે વર્ષીય માસૂમનું નિધન થતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.
આ ઘટના અંગે સામે આવ્યું છે કે હવલદના સાપકરડા ગામની અંદર આ ઘટના બની હતી જ્યા ગામમાં રહેતા મહેશભાઈ ભોપાભાઇનો સુપુત્ર જે બે વર્ષીય હતો તે ચૂલા પર થતા ગરમ પાણીંમાં પડી ગયો હતો જેને લઈને ગંભીર રીતે ધ્રુવ દાઝી જતા તેને તરત જ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યા ટૂંકી સારવારમાં જ 2 વર્ષીય ધ્રુવને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આ ઘટનાને ધ્યાનમાં લઈને દરેક વાલીઓએ સાવચેત રેહવું જોઈએ, એમાં નાના બાળકોના વાલીઓએ તો ખાસ પોતાના સંતાનોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે નાના બાળકોને તો કાંઈ ખબર નથી હોતી આથી તેઓ રમત રમતમાં પણ તેઓની સાથે આવી ઘટનાઓ બની જતી હોય છે આથી દરેક વાલીઓએ પોતાના સંતાન સાથે પણ આવી ઘટના બને તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.