ફરવા જાવાનુ વિચારતા હોય તો પહોંચી જાવ ગુજરાત ના આ “બીચો” પર ! ગોવા , માલદિવ્સ ભુલી જશો….
ઉનાળો એટલે વેકેશન! કાળઝાળ ગરમી શરૂ થતાં જ સૌ કોઈને બહાર ફરવા જવાનું મન થાય છે. ખાસ કરીને લોકો સ્વીગપુલ અને દરિયા કિનારાઓનું આનંદ માણવાનું વધારે પસંદ કરે છે, ત્યારે આજે અમે આપને જણાવીશું ગુજરાતમાં આવેલ સૌથી મનમોહક દરિયા કિનારા વિશે. ખરેખર આપણે સૌ ગુજરાતવાસીઓ ભાગ્યશાળી છે કે, આપણને 1600 કીમી દરીયા કિનારો ભેટમાં મળેલ છે. ત્યારે આજે આપણે આ તમામ દરિયા વિશે જાણીશું.
ગુજરાતમાં બ્લુ ફ્લેગ બીચમાં શિવરાજપુરનું નામ મોખરે છે. જો તમે દ્વારકા દર્શનાર્થે જાઓ તો શિવરાજપુર બીચની મુલાકાત લેજો. સમુદ્ર કિનારે વસેલી દ્વારકાધીશની નગરી એટલે દ્વારકા. આ નગરી જેટલી સોહામણી છે તેટલો જ રણિયામણો છે ત્યાંનો બીચ. એક તરફ જગત મંદિર અને બીજી કરફ અફાટ દરિયો. આ નજારો અદ્ભૂત હોય છે.
સૌરાષ્ટ્રનું મીની કાશ્મીર એટલે ચોરવાડ! બીચ ગીર સોમનાથનો રમણિય બીચ એટલે ચોરવાડ બીચ. જુનાગઢના નવાબ બનાવેલ અહીંયાનો મહેલ મનમોહક છે તેમજ ધીરુભાઇ મેમોરિયલ હાઉસ પણ આવેલ છે. શિયાળા અને ઉનાળાનો સમય અહીં આવવા માટે ઉત્તમ છે. બીચની સુંદરતા થી મોહી જશો.
ગુજરાતીઓ માટે દિવ એટલે જાણે સ્વર્ગ. નાગવા બીચગુજરાતીઓ માટેનું ગોવા એટલે દીવ. જે ગોવા ન જઇ શકે તે અહીંના અચૂક આવે છે. પોર્ટુગલોએ દીવની સ્થાપના કરી હતી. અહીં ફરવા માટે ટુરિસ્ટો મોટા પ્રમાણમાં આવે છે. અહીં ચર્ચ, નાગવા બીચ, ગંગેશ્વર મંદિરસ સી-શેલ મ્યુઝિયમ પણ આવેલું છે.
ડુમસ સુરતવાસીઓ માટે મનગમતું સ્થાન છે.બીચસુરતીલાલાઓનું ફેવરિટ ડેસ્ટિનેશન એટલે ડુમસ બીચ. સુરત શહેરથી આ બીચ 21 કિમી દૂર આવેલો છે. આ બીચ ખૂબ જ રળિયામણો છે. શનિ-રવિની રજામાં જાણે આખું સુરત અહીં ઉમટી પડે છે.
ગુજરાતનો સૌથી રમણીય દરિયા કિનારો એટલે માધવપુર. જ્યાં દરિયો શ્રી માધવરાયજીના ચરનાવિંદને સ્પર્શ કરવા થનગની ઉઠે છે. અતિ શાંત એવો આ બીચ દરેક માટે મનપસંદ સ્થાન છે. આ દરિયા કિનારે ધારાવાહિકો, જાહેરાતો અને ફિલ્મોનું શૂટિંગ પણ થાય છે. અહીં માધવરાયનું પૌરાણિક મંદિર પણ આવેલું છે.
સોમનાથ એટલે પ્રથમ જ્યોતિલિંગ સ્થાન! ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા હાલમાં જ સોમનાથના દરિયા કિનારને અતિ મનમોહક સ્થાન બનાવેલ છે. પર્યટકો માટે સમુદ્રપંથ બનાવેલ છે, જેથી લોકો દરિયા કિનારા ને નિહાળી શકે તેમજ સુંદર આ એ આકર્ષક ચોપાટીનું નિર્માણ થયેલ છે.