શુ બીયરથી પથરી પેટ માથી બહાર નીકળી જાય ?? જાણો શુ છે હકીક્ત અને અન્ય લોકો ને પણ જણાવો
આપણે સૌ જાણીએ છીએ પથરી નો રોગ ખુબજ ખતરનાક હોઈ છે, કારણ કે પથરી નો દુખાવો ખુબજ હોઈ છે, અને પથરી નો દુખાવો એવો હોઈ છે, કે ગમે તેવો સહનશક્તિ વાળો માણસ પણ આ દુખાવા ને સહન કરી શકતો નથી, અને આ દુખાવો ખુબજ દર્દનાક હોઈ છે, કોઈનાથી આ દુખાવો સહન થતો નથી, બસ જે વ્યક્તિ ને થયો હોઈ તે એજ વિચારે છે કે આ પથરી તેના કીડની માંથી કઈ રીતે બહાર આવે તેના ઉપાયો વિચારતો હોઈ છે. જો પથરી નાની સાઈઝ માં હોઈ તો પાણી ખુબજ પીવાથી તે આપણા યુરીન મારફત બહાર આવી જાય છે, પરંતુ જો પથરી ની સાઈઝ મોટી હોઈ તો તેના ઓપરેશન સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી.
આપણે સૌ એ જોયું હશે અને સાંભળ્યું પણ હશે, કે પથરી થવાથી ઘણા લોકો ઘરેલું ઉપાયો નો ઉપયોગ કરતા હોઈ છે, અને તેનાથી પથરી મટાડવાની કોશિશ કરતા હોઈ છે, પરંતુ આપણે એવું સાંભળ્યું છે, કે બીયર કે જે એક નશીલું પીણું છે તેના સેવન થી પથરી બહાર આવી જાય છે, પરંતુ ઘણી જગ્યાએ આ વસ્તુ નો અનુભવ કરવામાં આવ્યો છે, કે પથરી થાય તો બીયર નું સેવન કરવાથી તે આપણા શરીર ની બહાર આવી જાય છે, હવે આપણે જાણીએ તેની પાછળ નું કારણ શું છે?
મળતી રિસર્ચ ની માહિતી અનુસાર જેને પથરી થઇ છે, જો તે બીયર નું સેવન કરે તો ૪૧ ટકા પથરી માં સારું થવાના ચાન્સીસ છે, કારણ કે બીયર વધુ પ્રમાણમાં પીવાથી આપણને વારંવાર યુરીન જવું પદ છે, તેના કારણે શરીર નો અન્ય કચરો બહાર આવે છે, તેની સાથે પથરી પણ બહાર નીકળી જાય તેની માટે બીયર ના સેવન નો ઉપયોગ થોડા અંશે ફાયદાકારક છે. પરંતુ બીયર નું ખુબજ સેવન શરીર માટે ફાયદાકારક નથી, જો આપણને નાની સાઈઝ માં પથરી થઇ હોઈ તો બીયર ના મધ્યમ થી યુરીન દ્વારા તે બહાર નીકળે છે, પરતું મોટી થઇ હોઈ તો બીયર પીવાથી કીડની માં પ્રોબ્લમ પણ થાય છે.
આ બાબતે વધુ શોધ-ખોળ કરતા જાણવા મળેલ છે, કે જો આપણે પથરી ને મટાડવા માટે જો બીયર નું સેવન કરતા હોઈએ તો તે અમુક અંશે નુકશાન કારક પણ છે કારણ કે બીયર વધુ માત્રા માં પીવાથી આપણા શરીર માં પાણી ઘટી જાય છે, અને તેના કારણે ઉલટા નું પથરી નું પ્રમાણ પણ વધી જાય છે, તો ખુબ મોટી માત્રા માં બીયર પીવું જોઈએ નહિ.
પથરી કાઢવા ના ઘરેલું ઉપાય ની વાત કરીએ તો લીબું પાણી, ગાજર નો રસ, અનાનસ નો રસ, શેરડી નો રસ, અને ડુંગળી નું સેવન કરવાથી તે પથરી ની સામે રક્ષણ આપે છે, અને આ તમામ વસ્તુનું સેવન કરવાથી પથરી ના દુખાવામાં પણ રાહત આપે છે, અને પથરી ને શરીર માંથી કાઢવા માં પણ ઉપયોગી થાય છે.