વર્લ્ડકપ પેહલા હાર્દિક પંડ્યા અને નતાશાના સબંધોમાં દરાર આવી?? શું 70% હાર્દિક ની પ્રોપર્ટી નતાશાના ખાતામાં જમા થશે?? જાણો વિગતે
હાલમાં ન્યુઝ તેમજ સોશિયલ મીડિયા પર માત્રને માત્ર હાર્દિક પંડ્યાના લગ્ન સંબંધને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, હાર્દિક પંડ્યાના લગ્ન જીવનમાં ભંગાણ આવી શકે તેમ છે. આપણે જાણીએ છે કે આ વર્ષે હાર્દિક પંડ્યા માટે સારું નથી રહ્યું. ગુજરાત ટાઇટન્સ છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયા બાદ આ વર્ષે આઈ.પી.એલમાં તેમની ટિમનું ખુબ જ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું અને હારનો સામનો કરવો પડ્યો છે.
આ વર્ષે આઈ.પી.એલમાં હાર્દિક પંડ્યાની પત્ની નતાશની હાજરી જોવા મળી ન હતી. હાલમાં એવી અટકળો ચાલી રહી છે કે, તેમનું લગ્નજીવન મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે નતાસાએ તેના ઈન્સ્ટાગ્રામ બાયોમાંથી હાર્દિકની સરનેમ પંડ્યા હટાવી દીધી. રસપ્રદ વાત એ છે કે, નતાસા જે ઘણી વખત તેની સાથે મેચોમાં જતી હતી તે પણ આ આઈપીએલ સિઝન નતાશાની ગેરહાજરી જોવા મળી હતી.
આ સિવાય બંનેએ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એકબીજા વિશે કંઈપણ પોસ્ટ કર્યું નથી. તે વેલેન્ટાઇન ડે પર હતો જ્યારે પંડ્યાએ છેલ્લે નતાસા અને તેના પુત્ર સાથે એક તસવીર પોસ્ટ કરી હતી. ગયા વર્ષની જેમ, હાર્દિકે પણ તેના જન્મદિવસ પર કંઈપણ પોસ્ટ કે શુભેચ્છા પાઠવી ન હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ વાતને આ લઈને અફવાઓ ફેલાઈ રહી છે કે છૂટાછેડા નક્કી થઈ ગયા છે.
જો આ છૂટાછેડા થશે તો નતાશા હાર્દિક પંડ્યાની પાસેથી લગભગ 70% મિલકતનો ભાગ માંગશે, હાલમાં આ વાતને લઈને કોઈ પુષ્ટિ નથી થઇ, તેમજ આ વાત અંગે માત્ર સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે પંડ્યાની 70% સંપત્તિ છૂટાછેડા પછી નતાસાને ટ્રાન્સફર કરવામાં આવશે. ગુજરાતી અખબાર પણ આ વાતને પુષ્ટિ નથી કરતું તેમજ છૂટાછેડાની વાત સાથે સહમત નથી થતું માત્ર સોશિયલ મીડિયા પર ચાલી રહેલ ચર્ચા વિષે આપને માહિતગાર કર્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.