રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આવ્યું તો ભાભા ખુશીથી દડદડ આંસુએ રડી પડ્યા!! વિડીયો જોઈ તમે પણ કહેશો “જય શ્રી રામ…
શ્રી રામ આગમનની સૌ કોઈ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે ભારત ભરમાં દરેક હિન્દુઓ રામજીના આગમનને વધાવવા માટે તૈયાર છે. શ્રી રામ મંદિર દ્વારા તો ખાસ લોકોને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે પરંતુ સાથોસાથ વિશ્વ હિન્દુ સંઘ પરિષદ દ્વારા પણ સૌ કોઈને ઘરે જ શ્રી રામનું સ્વાગત કરવા માટે શ્રી રામની પત્રિકા અર્પણ કરવામાં આવી રહી છે.
શ્રી રામનું આગમન માત્ર એક ઐતિહાસિક ઘટના નહી પણ દરેક લોકોની આસ્થા ની જીત છે. ૫૦૦ વર્ષ સુધી સૌ એ શ્રી રામ ભગવાનની પ્રતીક્ષા કરી અને હવે જ્યારે શ્રી રામ અયોધ્યા પધારી રહ્યા છે, ત્યારે આ દિવ્ય અને ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવું એ દરેક શ્રી રામ ભક્તો માટે ખુશીઓની ઘડી છે.
હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે એક વૃદ્ધ ને શ્રી રામજીની પત્રિકા હાથમાં મળતાની સાથે જ તેમની આંખોમાં દરિયા રૂપી લાગણી વહેવા લાગે છે અને તેમનું હદય અતિ પ્રસન્ન થઈ જાય છે.
ખરેખર આ વિડીયો આપણને એ સાબિત કરાવે છે કે, શ્રી રામ મંદિર એ દરેક હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે અને સૌ કોઈની અતૂટ લાગણી શ્રી રામ સાથે જોડાયેલ છે. ૫૦૦ વર્ષ બાદ શ્રી રામ જ્યારે અયોધ્યામાં બિરાજમાન થશે ત્યારે જગત ભરમાં લોકોને સુખનું પરમ ધામ મળશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.