Gujarat

ભાઈબંધે પોતાના જ હાથે એવા કારણે જ મોતના મુખમાં નાખ્યો કે, તમે જાણશો તો ચોંકી ઉઠશો….આવું મોત તો દુશ્મન ને પણ

આજના સમયમાં કોઈપણ સંબંધ પોતાનો હોતો જ નથી, ક્યારે કોણ વિશ્વાસઘાત કરે એ કોઈ નથી જાણતું. હાલમાં જ એક ખૂબ જ દુઃખદાયક ઘટના બની ગઈ. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, કુકેરી ગામે લાકડા ભરવા બાબતે બે મિત્ર વચ્ચે સાવ નજીવી બાબતે બોલાચાલી થઈ જતા આ ઘટના મોતના ખેલ સુધી પહોંચી ગઈ હતી.

આ ઘટના ને કારણે યુવકને સારવાર મળે તે પહેલાં જ એક મિત્રનું મોત નિપજ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને દબોચી લીધો હતો. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો, ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામના ગણેશ ફળિયામાં રહેતા યુવાનો શાંતાબા હોસ્ટેલની બાજુમાં આવેલી આંબાવાડીમાં ટ્રેક્ટરમાં લાકડા ભરવાની મજૂરી કામે ગયા હતા.

આ દરમિયાન જ 11 વાગ્યાના અરસામાં ટ્રેક્ટરમાં લાકડા ભરતા હતા. તે દરમિયાન હિતેશ પટેલે વરસાદ પડતો હોવાથી લાકડા ભીના હોય આ બાબતે વિશાલ પટેલને કહ્યું હતું. જેને પગલે અચાનક ઉશ્કેરાયેલા વિશાલ પટેલે ગાળો આપતા કલ્પેશ પટેલે ગાળો આપવાની ના પાડી હતી. બોલચાલી થયેલ અને જતી વખતે આરોપી યુવકે કહ્યું કે ઘરે આવો તમને પતાવી જ દઉં કહી ત્યાંથી નીકળી ગયો હતો. સાંજના સમયે હિતેશ અને કલ્પેશ સાથે અન્ય લોકો મજૂરી કામ પતાવી સાંજના 5.30 વાગ્યાના અરસામાં ઘરે આવ્યાં હતા.

ત્યારબાદ વિશાલ પટેલે અચાનક જ આવી કલ્પેશને ગાળો આપી હિતેશને ઢીકમુક્કીનો માર માર્યો હતો. જેથી હિતેશને મારથી બચાવવા વચ્ચે પડેલ માતા અને પત્નીને પણ મારમારી ધક્કો મારી દીધો હતો. બાદમાં વિશાલે દોડીને દોડીને કલ્પેશને માર મારી પાકા ડામર રોડ પર જોરથી પછાડી દઈ મોઢા તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા કલ્પેશ રોડ પર જ ઢળી પડ્યો હતો અને યુવક ને યોગ્ય સારવાર મળે એ પહેલાં જ તેનું નિધન થઈ જતા આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!