Gujarat

મોરબીના ભાનુંબેન સોલંકી ને મળ્યું અયોધ્યાથી આમંત્રણ! શ્રી રામ મંદિર માટે અર્પણ કરી પોતાની આટલી મરણમૂડી….

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ ભારતના ઇતિહાસનો એક સુવર્ણ અધ્યાય છે. આ ભવ્ય પ્રસંગમાં દેશભરના કરોડો લોકોની આસ્થા અને ઉત્સાહ સમાયેલ છે તેમજ જગતભરમાં શ્રી રામ મંદિરને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ ખાસ લોકોને આંમત્રણ પણ પાઠવવા આવી રહ્યું છે, ત્યારે મહોત્સવમાં ગુજરાતના મોરબી શહેરના બે વ્યક્તિઓને આમંત્રણ મળ્યું છે.

પહેલા વ્યક્તિ એ આરએસએસના નેતા છે, જેમણે હિન્દુ સમાજના સંગઠન અને રામ મંદિર નિર્માણ માટે અથાગ પ્રયાસો કર્યા છે. તેમનું આમંત્રણ એ સમાજસેવા અને રાષ્ટ્રભક્તિનું સન્માન છે. બીજા વ્યક્તિ છે ભાનુબેન સોલંકી, જેમણે રામ મંદિરના નિર્માણ માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું એટલે કે પોતાની મરણમૂડી તેમને શ્રી રામ મંદિર માટે અપર્ણ કરી.

મોરબીન્યુઝ દ્વારા પ્રકાશિત થયેલ અહેવાલ અનુસાર ભાનુંબેન સોલંકી મોરબીના રહેવાસી છે અને હાલમાં નિવૃત્ત જીવન ગુજારે છે. તેમણે સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપ્યા બાદ નિવૃત્તિ લીધી છે અને તેમની બહેન, જે હવે આ દુનિયામાં નથી, શિક્ષિકા હતી. બંને બહેનોએ તેમની સેવા નિવૃત્તિ બાદ મળેલા તમામ નાણાં અને પરિવારજનોના સહયોગથી રામ મંદિરના નિર્માણ માટે 27 લાખ રૂપિયાનું દાન કર્યું છે.

ભાનુબેન સોલંકી જણાવે છે કે, 8-9 વર્ષ પહેલા તેઓ અયોધ્યા ગયા હતા ત્યારે તંબુમાં ભગવાન રામજીના દર્શન કર્યા ત્યારે તેમનું હૃદય પીગળી ગયું હતું. બસ ત્યારે જ તેમણે મંદિરના નિર્માણમાં પોતાની મરણમૂડીનો સંકલ્પ કર્યો હતો. ભાનું બેને જણાવ્યું હતું કે તેમને ક્યારેય વિચાર્યું ન હતું કે રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ તેમને યાદ કરશે,આ દિવ્ય ઉત્સવમાં આમંત્રણ મળતાં અત્યંત આનંદ અનુભવી રહ્યું છે.”

82 વર્ષના ભાનુબેન સોલંકી પોતાને ખૂબ જ નસીબદાર માને છે. તેમનું આ સમર્પણ અને દાન આપણ બધા માટે પ્રેરણાદાયી છે. પોતાની મરણમૂડી નિઃસ્વાર્થ ભાવે અપર્ણ કરવી તે ખુબ જ મોટી વાત છે અને ખરેખર ભાનુબેનની અતૂટ ભક્તિને આપણે વંદન કરીએ. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાશે ત્યારે આ મંદિરના નિર્માણમાં દાન આપનાર દાતાઓને જરુરથી યાદ કરવામાં આવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!