Gujarat

જુઓ નિલકંઠ ધામ ની ડ્રોન તસવીરો જોઈ લાગશે કાઈક અલગ દુનીયા છે ! ભરુચ બાજુ જાવ તો એક વાર જરુર મુલાકાત લેજો આ ધામ ની…

આજે અમે તેમને ગુજરાતના એક એવા સ્થળ વિશે જણાવીશું જે પિકનિક માટે બેસ્ટ છે. અહીં તમે એક દિવસમાં આરામથી ફ્રેશ થઈ શકો છો.વડોદરાથી રાજપીપળાના રસ્તે માત્ર 65 કિમી દૂર નર્મદા નદીના કિનારે પોઈચા ગામમાં ભવ્ય નિલકંઠ ધામ બનાવવામાં આવ્યું છે.

રાજકોટ ગુરુકુલનું આ સ્વામિનારાયણ મંદિર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. મંદિરની વાસ્તુકલા જોવા લાયક છે. અહીંના મંદિરમાં આરતી સમયે હાથી સાથે સવારી નીકળે છે. સાંજના સમયે રંગબેરંગી પ્રકાશથી ઝળહળતું મંદિર તેની સુંદરતામાં વધારો કરે છે.

આ મંદિર સાથે એક રસપ્રદ કથા જોડાયેલ છે.આ મંદીરના સ્થાને 224 વર્ષ પહેલા ભગવાન નિલકંઠ વિચરતા હતા ત્યારે તેઓએ આ જગ્યાએ નર્મદા નદીમાં સ્નાન કર્યુ હતું. આ ભવ્ય મંદિર 2013માં બાંધવામાં આવ્યું છે, જે 24 એકરમાં પથરાયેલું છે. કલા કોતરણીથી આ મંદિર મનમોહક લાગે છે.આ સમગ્ર મંદિર નીલકંઠધામ અને સહજાનંદ યુનિવર્સ એમ બે ભાગોમાં વહેંચાયેલું છે.

મંદિરના દ્વાર પર ભગવાન નટરાજની વિશાળ મૂર્તિ છે. તો મંદિરની અંદર વિશાળ સરોવર બનેલું છે. જેની વચ્ચે, શિવલિંગ, ગણેશજી, હનુમાનજીના મંદિર સાથે અન્ય ઘણા નાના-નાના મંદિરો છે.108 ગૌમુખી ગંગાથી વહેતી નર્મદા નદીના જળમાં સ્નાન કરનારા શ્રદ્ધાળુઓની ભીડ સવારથી લઈને સાંજ સુધી હોય છે. અહીં મંદિરની બાજુમાં રહેવા અને જમવાની પણ વ્યવસ્થા છે.

અહીંથી નર્મદાને સામે કિનારે કરનાળી ગામ આવેલું છે. તો તમે નર્મદા નદીમાં નાહવાનો આનંદ પણ માણી શકો છો.દર્શન ઉપરાંત તમે અહીં આવીને નેચર પાર્ક, એક્ઝીબિશન, લાઈટ એન્ડ શાઉન્ડ શો, ટનલ ઓફ યમપુરી, ફ્લાવર ક્લોક, આર્ટ ગેલેરી અને હોરર હાઉસ જેવી અન્ય વસ્તુઓ પણ એન્જોય કરી શકો છો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!