અરે બાપ રે !! ભરૂચમાં યુવકની પાંસળીના ભાગમાંથી એવી વસ્તુ નીકળી કે એક્સરે જોઈ તબીબોના છક્કા છૂટ્યો,કેવી રીતે ગઈ હશે આ વસ્તુ…
મિત્રો હાલના સમયમાં અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેના વિશે જાણીને આપણા પણ હોશ જ ઉડી જતા હોય છે, ક્યારેક ક્યારેક તો સોશિયલ મીડિયા પર તો ક્યારેક સમાચારપત્રોમાં પણ અનેક એવા ચોંકાવનારા બનાવો સામે આવી રહ્યા છે, આજના આ લેખના માધ્યમથી અમે એક એવો જ ધ્રુજાવી દેતો બનાવ સામે આવ્યો છે કે જાણીને તમારા હોશ જ ઉડી જશે, આ બનાવ જેવો તેવો નથી મિત્રો કારણ કે અહીં એક વ્યક્તિની અંદર ચપ્પુ અટકાય ગયું હતું.
ખરેખર આ એક વિચારવા જેવી વાત છે કે આટલી મોટી વસ્તુ પેટની અંદર આવી વસ્તુ કેવી રીતે ઘુસી ગઈ હશે તો ચાલો તમને આ પુરા કિસ્સા વિશે જણાવીએ. આ પુરી ઘટના ભરૂચમાંથી સામે આવ્યો છે જ્યા એક વ્યક્તિના પેટમાંથી ચપ્પુ નીકળી આવ્યું હતું, આ વાતની જાણ ત્યારે થઇ હતી જ્યારે યુવકને પેટમાં દુખાવો ઉપડ્યો હતો જે બાદ તેણે હોસ્પિટલ ચેકઅપ અર્થે ગયો હતો, જ્યા એક્સરે કરતા સામે આવ્યું હતું કે છાતીના પાંસળીના ભાગમાં ચપ્પુ હોવાની વાત સામે આવી હતી.
આ ઘટના સામે આવતા સૌ કોઈ ચોંકયુ હતું કારણ કે આવી વસ્તુ પાંસળીના ભાગમાં કેવી રીતે અંદર ચાલી ગઈ હશે, તો મિત્રો આની પાછળ પણ એક ખુબ જ રોચક ઘટના સામે આવી છે જે પાંચ વર્ષ અગાઉની છે, આ ઘટના અંગે જાણવા મળ્યું હતું કે પાંચ વર્ષ પેહલા પીડિત યુવકનીઅંકલેશ્વર ગાર્ડન સિટીમાં ગરબા દરમિયાન વિવાદ થઇ ગયો હતો જ્યા ઈસમોએ પીડિતને પેટના ભાગમાં ચપ્પુ મારી દીધું હતું, આ બાદ તુરંત જ પીડિત હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
જ્યા હોસ્પિટલના ફરજ બજાવતા ડોકટરોએ પીડિતની સારવાર કરીને દવા આપીને રજા પણ આપી દીધી હતી અને યુવક ફરી એક વખત પેહલા જેવો પણ થઇ ચુક્યો હતો, પણ અકસ્માત થતા યુવકને પેટમાં દુખાવો ઉપડ્યો હતો જે બાદ એક્સરે કરતા યુવકની પાંસળીમાંથી ચપ્પુ હોવાનો ઘટસ્ફોટ થયો હતો,જયારે આ અંગે પીડિત યુવકને પૂછવામાં આવ્યું કે આ ચપ્પુ ક્યાથી આવ્યું ?તો યુવકે જણાવ્યું હતું કે અગાઉ તેની લડાઈ થઇ હતી જેમાં ચપ્પુના ઘા ઝીકવામાં આવ્યા હતા જેના ચપ્પુનો ભાગ તબીબની બેદરકારીને લીધે અંદર રહી ગયો હોવાનો આક્ષેપ લગાવામાં આવ્યો હતો.