Entertainment

ભરુચ SP મહત્વનુ નિવેદન : આ બાબતે કિધુ કે ” અફવા ફેલાવી કે કાયદો હાથમા લીધો તો…

હાલમાં જ ભરૂચ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,  સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે બાળકો ચોરતી ગેંગની અફવાને લઇને SP ડો. લીના પાટીલે આપ્યું નિવેદન. આ નિવેદન શા માટે આપવામાં આવ્યું તેમજ નિવેદન કોને સંબોધીને આપવામાં આવ્યું છે, તે અંગે સંપૂર્ણ માહિતી જણાવી. ભરૂચમાં છેલ્લા કેટલાક દિવસોથી બાળકો ચોરતી ટોળકી સક્રિય થઈ હોવાના વહેમ સાથે ભયનો માહોલ લોકો ઘર કરી ગયો છે.

છોકરા ઉપાડી જતી ગેંગ સક્રિય થઇ હોવાના મેસેજ વાઇરલ થઈ રહ્યો છે તેમજ ઘણા મેસેજ સાથે વિડીયો પણ સામે આવ્યા છે, અને આ વીડિયો દ્વારા જાણવામાં આવ્યું છે કે,  રાજ્યમાં ટોળકીઓ ફરી રહી છે જે બાળકોનું અપહરણ કરી રહી છે. આ ભયના કારણે  આસપાસના વિસ્તારમાં નજીવી શંકામાં પણ નિર્દોષોને માર મારવાની ઘટનાઓ સામે આવી રહી છે.

ભરૂચના બી ડિવિઝન વિસ્તાર સ્થિત APMC માર્કેટ પાસે પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી જેમાં 2 મહિલાઓને ટોળાએ એ હદે માર માર્યો કે તેમને સારવાર આપવાની ફરજ પડી હતી.તાજેતરમાં જ  સોમવારે  બે ઘટનામાં નિર્દોષ લોકો તેમજ બચાવવા ગયેલી પોલીસને પણ લોકોએ માર માર્યો હતો જેથી કાયદેસર કડક કાર્યવાહી રૂપે રાયોટિંગના બે ગુના નોંધી 29 લોકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા પોલીસ વડાએ અફવાઓથી દૂર રહેવા તેમજ કાયદો હાથમાં લેનાર સામે કડક કાર્યવાહીની તાકીદ કરી છે

આવી ઘટના બન્યા પછી તાત્કાલિક જ  ભરૂચના SP ડો. લીના પાટીલે ચેતવણી જાહેર કરી શંકાસ્પદ મામલાઓમાં કાયદો હાથમાં ન લઈ પોલીસને માહિતગાર કરવા જણાવવામાં આવ્યું છે. આ ઘટના બાદ  શહેરના અન્ય બે વિસ્તારોમાં પણ બાળકોનું અપહરણ કરતી ટોળકી ફરતી હોવાની વાત સામે આવી હતી. જિલ્લા પોલીસને તાત્કાલિક એલર્ટ કરી અફવાથી પ્રેરાઈ ટોળું નિર્દોષોને માર ન મારે તે બાબતે પૂરતું ધ્યાન આપવા અને જરૂરી પગલાં ભરવા SP ડો. લીના પાટીલ દ્વારા આદેશ અપાયા હતા.

નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કોઈએ પણ વાયરલ વિડીયો ફેલાવવા નહિ અને અફવા પ્રસરાવનાર કે કાયદો હાથમાં લેનાર સામે કડક કાર્યવાહીની તાકીદ જિલ્લા પોલીસે કરી છે. બે બનાવોમાં રાયોટિંગનો ગુનો 29 લોકો સામે નોંધવામાં આવ્યો છે. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર ઉત્સવ બારોટે સોશિયલ મીડિયા દ્વારા લોકોને વાયરલ વિડિયો દ્વારા ફેલાઈ રહેલી અફવાઓથી સાવધાન રહેવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!