રબારી સમાજનું ગૌરવ એવો ભાવિન રબારી છે ગુજરાતના આ નાના એવા ગામનો વતની ! ઓસ્કર માટે નોમિનેટ ‘છેલ્લા શો’ નું મુખ્ય પાત્ર ભજવ્યું હતું…
મિત્રો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હાલ એટલી આગળ વધી ગઈ છે કે જે લોકો પેહલા ગુજરાતી ફિલ્મ ન જોતા તેવા લોકો પણ હાલ જોવા લાગ્યા છે, ગુજરાતી ફિલ્મ વિશે જો વાત કરવામાં આવે તો આપણા મનમાં છેલ્લો દિવસ,લવની ભવાઈ, શું થયું તથા બીજી અનેક એવી ફિલ્મો હાલ બની ચુકી છે જે તમામ લોકોને ખુબ જ વધારે ગમી હતી, એવામાં આ તમામ ફિલ્મો વચ્ચે એક ફિલ્મે સૌથી વધારે ચર્ચા બટોરી હતી જે ફીલમું નામ છે ‘છેલ્લો શો’. આ ગુજરાતી ફિલ્મ બીજી કોઈ ભાષામાં ડબ પણ કરવામાં આવી નથી ફક્ત ગુજરાતી ભાષામાં જ બનવામાં આવેલી છે.
ફક્ત દોઢ કલાકની આ ફિલ્મની કહાની એટલી બધી સરસ હતી કે આ ફિલ્મને ઇન્ટરનેશનલ લેવલે ઓસ્કર માટે નોમિનેટ કરવામાં આવી હતી, ખરેખર આ આપણા તમામ ગુજરાતીઓ માટે ગર્વની વાત કહેવાય કારણ કે મોટી મોટી તથા મોંઘી મોંઘી ફિલ્મોને પણ પાછળ છોડીને આપણા ગુજરાતની આ ફિલ્મે વિશ્વ લેવલે આપણા ગુજરાતીઓનું નામ રોશન કર્યું હતું, આ ફિલ્મે બીજા લેવલે પણ અનેક એવા ખિતાબો જીત્યા હતા.
એવામાં આ ફિલ્મના મુખ્ય કલાક વિશે જો વાત કરવામાં આવે તો ફિલ્મના મહત્વનો કલાકાર ભાવિન રબારી હતો, જો ભાવિન રબારી વિશે વાત કરવામાં આવે તો તે જામનગરના નાના એવા ગામનો રહેવાસી છે. નાની એવિ ઉંમરમાં ભાવિન રબારીએ એટલી બધી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે કે હાલના સમયમાં સૌ કોઈ તેને ઓળખતું થઇ ચૂક્યું છે, એટલું જ નહીં તેના ચાહકો પણ એટલા બધા વધી ગયા છે કે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 20 હજારથી પણ વધારે ફોલોવર્સ છે..
તમને જણાવી દઈએ કે ભાવિન રબારી જામનગર જિલ્લાના વસાઈ ગામનો રેહવાસી છે અને તેનો જન્મ વર્ષ 2012માં થયો હતો.ડિરેક્ટર નલિન પાનના જીવન સાથે વણાયેલી કહાની દર્શાવવાનો બખૂબી પ્રયાસ કરવામાં આવ્યો છે.ભાવિન રબારીની 35 એમએમ સિંગલ સ્ક્રીન સિનેમા પ્રત્યેની હમદર્દી અને સિનેમા પ્રોજેક્ટર લીડનો રોલ કરતા ફઝલ નામના મિત્ર અને અન્ય બાળ મિત્રો વચ્ચેની કહાની છે.
થોડા સમય પેહલા અમેરિકા ખાતે પ્રિયંકા ચોપરા દ્વારા ઈશા અંબાણીના ઘરે આ શોનું સ્પેશિયલ સ્ક્રીનીંગ રાખવામાં આવ્યું હતું અને સૌથી ખુશીની વાત એ છે કે, ડિરેક્ટર પાન નલિનની ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ને વધુ એક સફળતા મળી હતી. તમને જાણીને આનંદ થશે કે આ ફિલ્મને 27માં સેટેલાઈટ એવોર્ડ્સમાં ઈન્ટરનેશનલ પ્રેસ એકેડેમી (IPA) ‘બેસ્ટ બ્રેકથ્રુ પરફોર્મન્સ’નો એવોર્ડ મળ્યો છે.
આ સાથે જ ભાવિન રબારી આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનારો સૌથી નાની વયનો એક્ટર બની ગયો હતો. આ એવોર્ડ જીતવાની સાથે જ ભાવિન રબારી એડવર્ડ નોર્ટન, નિકોલ કિડમેન, ચાર્લિઝ થેરોન, રસેલ ક્રો અને હેલ બેરી જેવા દિગ્ગજ એક્ટર્સ-એક્ટ્રેસની યાદીમાં સામેલ થઈ ગયો છે જેઓ આ એવોર્ડ જીતી ચૂક્યા છે.લાસ્ટ ફિલ્મ શો 21 વર્ષમાં પ્રથમ એવી ભારતીય ફિલ્મ બની છે જે ઓસ્કરમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટ થઈ છે. પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા બાદ ડિરેક્ટર પાન નલિને જણાવ્યું હતું કે, આ ફિલ્મ અને ભાવિનને જે પ્રેમ મળી રહ્યો છે તે અદ્દભુત છે. આ એવોર્ડ તેના માટે ઘણો જ ખાસ છે કેમ કે આ તેણે આટલી નાની વયે કરેલી આકરી મહેનતનું ઈનામ છે.