Gujarat

ભાવનગર આવો તો એક વખત જરૂર “માળનાથ હિલ્સ” જજો ! ભાવનગરથી ફક્ત 20 કિમિના અંતરે આવેલ છે, એક વખત જશો વારંવાર જવાનું મન થશે…જુઓ તસ્વીર

જયારે પણ આપણે હરવા ફરવાની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણા મનમાં અનેક એવા સુંદર સ્થળો આવતા હોય છે જે ખુબ જ નયનરમ્ય હોય છે, લોકો ગુજરાત બાર આબુ તથા દીવ તથા ગોવા જેવા અનેક સ્થળોએ ફરવા માટે જતા હોય છે, પણ ગુજરાત રાજ્યની અંદર પણ ફરવાલાયક સ્થળોની કોઈ જાતની કમી નથી આપણે આપણા રાજ્યની અંદરના દરેક જિલ્લામાં કોઈને કોઈ ખાસ જગ્યા તો ફરવા માટે મળી જ જતી હોય છે, એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક આવી જ જગ્યા વિશે જણાવાના છીએ.

મિત્રો ગાઠીયા માટે વખણાતું ભાવનગરમાં અનેક એવી જગ્યાઓ આવેલી છે જ્યાની મુલાકાત લીધા માત્રથી કોઈપણનું દિલ ખુશ થઇ જતું હોય છે, આ શહેરમાં બોરતળાવ,તખ્તેશ્વર મહાદેવનું મંદિર, વિક્ટોરિયા પાર્ક, અકવાડા લેક તથા એરપોર્ટ રોડ પર જતા અનેક એવા સારા એવા સ્થળો આવેલ છે જ્યા પરિવાર સાથે જઈને પીકીનીકની પણ મજા માણી શકો છો,આ તો ફક્ત સીટીના અંદરના સ્થળોની વાત થઇ પરંતુ સીટીથી થોડાક દૂર જતા જ અનેક એવા નયનરમ્ય સ્થળો પણ આવેલા છે.

એવામાં આજે અમે ભાવનગરના માળનાથ મહાદેવના મંદિર વિશે તમને જણાવાના છીએ, મિત્રો ભાવનગર શહેરની 20 કિમિના અંતરે આવેલ ભગવાન મહાદેવનું આ મંદિર ખુબ જ અનોખું છે અને સાથો સાથ ખુબ જ નયનરમ્ય સ્થળ છે. માળનાથ મહાદેવનું આ મંદિર ઉચ્ચા ઉચ્ચા પહાડોની વચ્ચે આવેલ છે, આ પહાડો પણ જેવા તેવા નહિ ખુબ જ વિશાળ તથા એકદમ લીલાછમ, આ કારણે જ અહીં દર રવિવાર તથા શ્રાવણ માસમાં લોકોનું ભારે મહેરામણ ઊમટતુ હોય છે.

લોકો અહીં માળનાથ મહાદેવના દર્શના કરવા માટે તો આવે જ છે અને સાથો સાથ અહીં પીકનીક મનાવા તેમ જ કુદરની એક સુંદર કળાનો અનુભવ લેવા માટે અહીં આવતા હોય છે, ચોમાસાની આ ઋતુમાં અહીં પર્વતો સોળેય કળાએ ખીલ્લી ઉઠે છે, એટલું જ નહીં તમે પર્વત પર જતા જ તમને કુદરતનો એક સારો એવો અનુભવ પણ થશે.

લીલ્લાછમ પહાડો જેમાં પવનચક્કીઓ લાગતા તમામ પર્વતનો સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે, અહીં શિવ ભક્તોનું તો માનવ મહેરામણ ઉમટે જ છે પરંતુ અહીં મોટા મોટા ટ્રેકિંગ પ્રવાસો તથા સ્કૂલના પ્રવાસો પણ આવતા હોય છે કારણ કે ભાવનગર શહેરની નજીક પડે અને આટલી સુંદર હોય આવી આ એક જ જગ્યા છે.

મિત્રો જો તમારે આ જગ્યાની મુલાકાત લેવી હોઈ તો આ સમય સૌથી બેસ્ટ સમય છે કારણ કે હાલના સમયમાં વાદળછાયું વાતાવરણ છે તથા વરસાદ પડતા તમામ પર્વતો લીલાછમ તથા વાતાવરણ નયરનરમ્ય બની ચૂક્યું છે, વાદળ છાયું વાતાવરણ રહેતા અમુક વાદળ તો આ પર્વત પર એટલા નજીક આવતા હોય છે કે જેને આપણે અનુભવ કરી શકીએ.આ સ્થાન રોજ ખુલ્લું જ હોઈ છે કોઈ પ્રકારે ટિકિટ અહીં લેવામાં આવતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!