ભાવનગર વતની એરફોર્સના ફ્લાઇંગ ઓફિસર જયદત્તસિંહ એ આપઘાત કરી જીવન ટુકાવ્યું ! ડાયરી મા પોતાના પિતા માટે લખ્યુ કે..
હાલના સમયમાં દેશ અને રાજ્યમાં સતત આપઘાતના બનાવો બની રહ્યા છે તેમાં ખાસ કરીને યુવાનોમાં તેનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે ત્યારે તાજેતરમાં જ એક દુખદ ઘટના સામે આવી હતી જેમા 25 વર્ષીય યુવાન એરફોર્સ મા ફ્લાઇંગ ઓફિસર ક્લાસ વન રેન્ક ધરાવતા અને ગ્વાલિયર ખાતે ટ્રેનિંગ કરી રહ્યા હતા ત્યારે હોસ્ટેલના રૂમમાં જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા દુખ નુ મોજુ ફરી વળ્યુ હતુ.
જો ઘટના અંગે વિગતે વાત કરીએ તો મૂળ ભાવનગરના વતની જયદત્તસિંહ પ્રદ્યુમનસિંહ સરવૈયા કે જેઓએ જ ઇન્ડિયન એરફોર્સ ની પરીક્ષા પાસ કરી હતી ફ્લાઇંગ ઓફિસર બન્યા હતા તેઓ હાલ ગ્વાલિયર ખાતે પોતાની ટ્રેનિંગ લઈ રહ્યા હતા તેઓ અગાવ બેંગ્લોર પણ ટ્રેનિંગ પુરી કરી લીધી હતી આ દરમિયાન બુધવારે હોસ્ટેલના રૂમમાં જઈને પોતાએ ગળાફાસો લગાવીને આપઘાત કરી લીધો હતો.
જયદત્તસિંહ સરવૈયાની વાત કરવામાં આવે તો તેઓ માત્ર 25 વર્ષની ઉંમરના હતા અને એરફોર્સની સૌથી મુશ્કેલ ગણાતી પરીક્ષા તેઓએ પાસ કરી હતી. વધુ મા જાણવા મળ્યુ હતુ કે ગયા જાન્યુઆરી મહિનામા જ તેવો ભાવનગર આવ્યા હતા. જ્યારે બનાવની જાણ તેમના પરિવારને થતાં તાત્કાલિક તેઓ ગ્વાલિયર પહોંચી ગયા હતા જ્યારે આજે સવારે તેમના મૃતદેહને ભાવનગર લવાશે ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરાશે.
જયદત્તસિંહના પિતા પ્રદ્યુમનસિંહ રીયલ એસ્ટેટ અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ છે જ્યારે નાના ભાઈ પરંજય અમદાવાદ મા અભ્યાસ કરે છે. આ મામલે જયદત્તસિંહ ના કાકા પાસે થી જાણવા મળ્યુ હતુ કે “નોકરી પ્રેશરના લીધે તેણે ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યું છે. તે પરિવારને ઘણીવાર નોકરીના ટેન્શનની વાત કરતો. ભણવામાં ખુબ તેજસ્વી હતો. તેના મૃતદેહને લવાઈ રહ્યો છે.”
આ ઘટના મા સ્થાનીક પોલીસ દ્વારા જાણવા મળ્યુ હતુ કે જયદત્તસિંહ ની ડાયરી મા “હેપ્પી બર્થ ડે પપ્પા… તેવુ લખેલુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે 14મી તારીખ તેમના પિતા પ્રદ્યુમનસિંહ નો જન્મ દિવસ હતો. આ ઉપરાંત ચાર દિવસ બાદ રજા મળવાની હોવાથી તેવો ભાવનગર ઘરે આવવાના હતા પરંતુ આ અગાવ ઝ પરીવાર ને આ દુખદ સમાચાર મળતા પરિવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો હતો.