૧૯૭૧ ના યુદ્ધમાં ભાવનગર ના કાદરખાને પોતાના શરીર પર બોમ્બ બાંધી ૬ પાકિસ્તાની સૈનિકોનો ખાતમો બોલાવી પોતે શહાદત વહીરી હતી.
આપણા ભારત દેશ ના વીર જવાનો ની બહાદુરી ની વાત કરીએ તો તેમની વાત જ અલગ છે, તેમની બહાદુરતા અને નીડરતા ખુબજ હતી, તેવા જ એક ઈ.સ.૧૯૭૧ ની સાલમાં બાંગ્લાદેશની સરહદે પાકિસ્તાન સામે લડતા લડતા શહીદી વહોરનાર ભાવનગર જીલ્લાના વાળુકડ (જીજી) ના સિપાહી કાદરખાન બાદરખાન તુર્કીની શહીદી ને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. અને આ અવસરે અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદ દ્વારા વીર શહીદ કાદરખાન તુર્કને પુષ્પાંજલિ અને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ વીર યોદ્ધા કાદરખાન વિષે વાત કરીએ તો નાનપણ થી તેમના ખુબજ જોશ હતો, અને ફક્ત ૧૬ વર્ષની ઉંમરે મેટ્રિક ની પરીક્ષા પાસ કર્યા બાદ પોતાના દેશ પ્રત્યે ના ની લાગણી થી દેશના જવાન બનવા માટે સેનામાં સામેલ થવાની તેમને ઝંખના હતી, અને મહત્વની વાત તો એ છે કે જુનુન ને લઇ તે એટલી નાની ઉમરમાં ઘરના લોકોને જાણ કર્યા વગર સેનામાં સામેલ થવા ચાલ્યા ગયા હતા. તેમની ટ્રેનીંગ પૂરી થયા બાદ બે વર્ષ પછી તેમણે ૧૯૭૧ માં જયારે પાકિસ્તાન સામે યુદ્ધ ફાટી નીકળ્યું હતું, ત્યારે તેમને બટાલિયન ૮ ગાર્ડ માં સામેલ કરવામાં આવ્યા હતા, અને બાંગ્લાદેશની સરહદે તેમને મુકવામાં આવ્યા હતા.
આ સમયે ભારતના ૧૬૦૦ જવાનો સામે પાકિસ્તાન દળો દ્વારા બેફામ ગોળીબાર દરિયા તટેથી કરવામાં આવ્યો હતો, ત્યારે આ વાળુંકડ ના વીર જવાન કાદરખાન એ પોતાની અલગ જ વીરતા દેખાડી હતી, કે જે સાંભળી દંગ રહી જશો. તેમણે પોતાની કમરે બોમ્બ બાંધી ૬ પાકિસ્તાની સૈનિકો ને ઉડાવી દીધા હતા. તેમને ખબર પડી ગઈ હતી, કે એક બંકર માં ૬ જવાનો મોજુદ છે, તેમણે તેમના જીવ નો સેજ ભી વિચાર કર્યા વગર એ બંકર માં કુદકો માર્યો હતો, અને બોમ્બ બ્લાસ્ટ કરી એ ૬ જવાનો નો ખાતમો કર્યો હતો.
આ સમાચાર તેના ગામ માં પહોંચતા સમગ્ર ગામમાં આભ તૂટી પડ્યું હતું, અને લોકો માં ગમગીની છવાઈ ગઈ હતી, અને આ દુખની ઘડીમાં આ વીર શહીદ જવાન ના પરિવાર સાથે સમગ્ર ગામ ઉભું રહ્યું હતું. અને તમામ તરફથી સહકાર પણ મળ્યો હતો. અને અને વધુમાં તેના માતા અમીરબેન એ જણાવ્યું હતું કે મને મારા પુત્ર પર ગર્વ છે, તેની શહીદી અને શહાદત બદલ સારા માન-સન્માન મળ્યા છે.
આજે તેમના ૫૦ વર્ષ પૂર્ણ થયા છે એ અવસર પણ તેમની માતા અમીરબેન પણ હાજર રહ્યા હતા. અને આ જવાન ને પુષ્પન્જ્લી અને શ્રધાંજલિ આપવામાં આવી હતી, અને ત્યાં તેમના માતાએ કહ્યું હતું કે ,મારો દીકરો દેશ માટે શહીદ થયો એ મારી અને મારા પરિવાર માટે ખુબજ ગૌરવ છે, મને ગર્વ છે તેના પર.