ભાવનગર ના બારૈયા પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો ! ભાઈ ને બચાવવા જતા બહેન, માતા ,ભાભી ! ચાર લોકો…
હાલમાં જ આજે સુરત શહેરમાં પાંચ લોકોની દરિયામાં ડુબવાની ઘટના સામે આવી છે, ત્યારે આવી જ એક દુઃખ ઘટના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં બની છે. વાત જાણે એમ છે કે, આ દુઃખદાયી ઘટના સેદરડા ગામમાં ઘટી છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ભાવનગર ના બારૈયા પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો ! ભાઈ ને બચાવવા જતા બહેન, માતા ,ભાભી સાથે એવી ઘટના ઘટી જેના વિશે સાંભળીને સૌ કોઈનું હૈયું દ્રવી ઉઠશે. આ ઘટના વિશે વિગતવાર માહિતી જાણીએ.
દિવ્યભાસ્કરના અહેવાલો મુજબ જાણવા મળ્યું હતું કે,
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા ગામમાં
આ ભયંકર બનાવ બન્યો છે, જેમાં આકસ્મિક રીતે એક યુવક રોઝકી ડેમમાં પડી ગયો હતો. જ્યારે આ યુવક પડી ગયો તો ત્યારે તેના પરિવારના સભ્યો બચાવવા જતાં યુવાનની માતા, બહેન અને ભાભી પણ ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. ચાર લોકોનો જીવ જતા પરિવારમાં અને નાના એવા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ.
બારૈયા પરીવાર ખેતી-પશુપાલન સાથે સંકળાયેલા હોવાથી પરીવારની મહિલાઓ બપોરના સુમારે ગામની સીમમાં આવેલા રોઝકી ડેમ ખાતે કપડાં ધોવા માટે ગઈ હતી મહિલાઓની સાથે 21 વર્ષિય યુવક નિકુલ આણંદભાઈ બારૈયા પણ ડેમ ખાતે હાજર હતો. બનાવ એવો બન્યો કે આ દરમિયાન નિકુલ ડેમના પાળે આંટો મારી રહ્યો હતો, ત્યારે અકસ્માતે તેનો પગ લપસતા તે ઉંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો.
દીકરાને ડૂબતા જોઈને જ તાત્કાલિક તેમના માતા પુત્રને બચાવવા પાણી કૂદકો માર્યો અને ત્યારબાદ એને બચાવવા ભાભી અને બહેન પણ કૂદકો માર્યો પણ ત્રણ પૈકી એક પણ વ્યક્તિને તરતા આવડતું ન હોવાથી ચારેય નો જીવ ગયેલ.આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને મોટા ખુંટવડા પોલીસ તથા મહુવા ફાયરબ્રિગેડને અને મામલતદારને જાણ કરતાં સમગ્ર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ચારેયની લાશોનેપોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.