Gujarat

આવી રીતે શરુઆત થઈ ભાવનગર પ્રખ્યાત ગાંઠીયા નરશીદાસ બાવાભાઈ ના ગાંઠીયા ની ! આજે દેશ વિદેશ મા ગાંઠીયા….

ગુજરાત ના અલગ અલગ શહેરો ની દરેક અલગ અલગ વસ્તુઓ પ્રખ્યાત છે. ગુજરાતનુ કોઈ એવુ શહેર નહી હોય કે જયા કોઈ વસ્તુ ફેમસ નહી હોય ત્યારે આપણે આજે ભાવનગર ની વાત કરવાના છીએ ભાવનગર નુ નામ પડતા જ આપણને ભાવનગરી ગાંઠીયા યાદ આવી જાય છે. સામાન્ય રીતે ગુજરાત ના દરેક જીલ્લા મા ગાંઠીયા મળે જ છે પરંતુ ભાવનગર ના ગાંઠીયાની વાત અલગ છે.

ભાવનગર ના ગાંઠીયા આજે વિદેશ સુધી જાય છે અને ભાવનગર ની કોઈ પણ દુકાન કે લારી પર તમે ગાંઠીયા ખાવ એટલે ટેસ્ટી જ લાગશે ત્યારે આજે આપણે ભાવનગર આ પ્રખ્યાત નરશીદાસ બાવાભાઈના ગાઠીયા ની વાત કરી શુ… જો ઈતિહાસ જોવા મા આવે તો 1920 મા ભાવનગરના ખારગેટ મા નરશીદાસ બાવાભાઈ ગાંઠીયા ની એક દુકાન ચાલુ કરી હતી. અને લોકો ને રેલ્વમા સફર કરવા માટે જવા આ દુકાન રસ્તા મા જ આવતી હોવાથી લોકો ને ટ્રેન મા નાસ્તા મા ગાંઠીયા ખાવા માટે લેતા હતા. અને ગાંઠીયા એટલા સ્વાદિષ્ટ હતા કે લોકો ને જીભે વળગી ગયા હતા. અને ટુક જ સમય મા ખુબ લોક પ્રિય બની ગયા હતા.

જો આપને અહી એક ખાસ વાત જણાવવા મા આવે તો નરશીદાસ બાવાભાઈ ના પૌત્ર નિલેષભાઈ એ જણાવ્યું હતુ કે જયારે દુકાન ની સ્થાપના કરવામા આવી હતી એટલે કે જયારે પાયો ખોલવામાં આવ્યો ત્યારે એક શિવલિંગ પ્રગટ થયુ હતુ. અને આજે પણ તે શિવલિંગ છે અને તેમનુ નામ તખ્તેશ્વર મહાદેવ રાખેલું છે.

1920 થી આજ સુધી નરશીદાસ બાવાભાઈ ના ગાઠીયા ભાવનગર સહીત વિદેશ મા પણ પ્રખ્યાત છે અને જો ગાંઠીયા ની વાત કરવામા આવે તો આ દુકાન પર અલગ અલગ પ્રકાર ના ગાંઠીયા તમને મળશે જેમા ખાસ કરી ને મરી વાળા ગાંઠીયા, તીખા ગાંઠીયા, ચંપાકલી ગાંઠીયા વગરે પ્રકાર ના ખુબ સ્વાદિષ્ટ ગાંઠીયા ખાઈ શકશો.

નરશીદાસ બાવાભાઈ ની ત્રીજી પેઢી હાલ ભાવનગર ના ખારગેટ વિસ્તાર દુકાન સંભાળી રહી છે અને આજે પણ આ ખુબ જ ફેમસ છે જો ભાનરગર ના હશો તો આ ગાંઠીયા તમે ટેસ્ટ કરવામા બાકી નહી હોય એ પાકુ અને જો ભાવનગર ના નથી તો ભાવનગર આવો ત્યારે ગાંઠીયા જરુર ટેસ્ટ કરજો.

માહીતી- @jigar patel vlogs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!