ઘોઘા-હજીરા ફેરી સર્વિસ ફરી ચાર દિવસ બંધ, જાણો શુ છે કારણ
ભાવનગર ના ઘોઘા થી હજીરા રો-રો ફેરી સર્વિસ થી વેપારીઓ ને ઘણો ફાયદો થયો હતો ઓછા સમય મા ભાવનગર થી સુરત અને સુરત થી ભાવનગર પહોચી જવાતુ હતુ જેથી સમય મા ઘણી બચત થતી હતી.
આજે સવારે જ્યારે મુસાફરો ઘોઘા ટર્મિનલ પર પહોંચ્યા ત્યારે તેમને જાણ થઈ કે ફેરી સર્વિસ બંધ છે. સર્વિસને અચાનક બંધ રાખવામાં આવતા મુસાફરો અટવાયા હતા. બંધ રાખવાનું કારણ વોયેજ સિમ્ફની જહાજના રીપેરીંગની કામગીરી કરવાનુ સામે આવ્યુ છે. ગુરુવારથી રવિવાર સુધી 4 દિવસ માટે ઘોઘા હજીરા ફેરી સર્વિસ બંધ રાખવામાં આવી હોવાનું ફેરીના સંચાલકો જણાવી રહ્યા છે.
આ અગાવ પણ ઘોઘા રોરો ફેરી ચર્ચા નો વિષય બની હતી. અને આજે આમ અચાનક અગાવ જાણ કર્યા વગર બંધ કરતા લોકો મા રોષ જોવા મળ્યો હતો.