ભાવનગર : વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો ! એક નાની એવી ભૂલને લીધે પરિવારે ગુમાવી દીધી એકની એક ફૂલ જેવી દીકરી..શું બની ઘટના ?જાણો
મિત્રો હાલના સમયમાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે આખા ગુજરાત રાજ્યમાંથી અનેક એવી ઘટનાઓ બની રહી છે જેના વિશે માત્ર જાણીને જ આપણી કંપારી ઉઠી જતી હોય છે, રોજબરોજની આવી અનેક ઘટનાઓ આપણી સામે આવતી જ રહે છે. હજુ કાલે જ એક ઘટના સામે આવી હતી જેમાં એક પિતા પોતાના બે સંતાનોને લઈને કેનાલમાં ઝંપલાવી દીધું હતું, એવામાં ભાવનગર શહેરમાંથી એક ખુબ દુઃખદ ઘટના સામે આવી છે જેમાં ફક્ત ચાર વર્ષની બાળકીને મૌતને ભેટવું પડ્યું હતું.
આ ઘટના ખરેખર દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે, તમને જણાવી દઈએ કે ભાવનગર શહેરના સુભાષનગર નજીક આવેલ હમરીજી પાર્કની આ ઘટના છે જ્યા પ્રધાનમંત્રી આવાસમાં ચોથા માલ પણ ગીરીશકુમાર મારું પોતાના પરિવાર સાથે રહેતા હતા, એવામાં ગિરીશકુમારની ચાર વર્ષીય દીકરી નિત્યા બાજુમાં રહેતા પાડોશીના ઘરે રમવા ગઈ હતી એવામાં રમતી વેળા રૂમમાં રાખેલી સેટી પર ચડી ગઈ હતી અને બારીમાં નીચે જોવા ગઈ હતી.
એવામાં સંતુલ બગડતા ફક્ત ચાર વર્ષિયસ આ માસુમ બેરેહમીથી ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાય હતી જે બાદ ઘટનાની જાણ થતા તેને તાત્કાલિક જ ઘટના શહેરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવી હતી જ્યા નિત્યાની સારવાર કરતા ડોકટરોએ ગણતરીના સમયમાં જ પરિવારને દુઃખના સમાચાર આપી દીધા હતા અને નિત્યાને મૃત ઘસોહિત કરી હતી.પરિવારની એકની એક દીકરીનું આવી રીતે કરુણ મૃત્યુ નિપજતા સૌ કોઈ શોકમાં ગરકાવ થઇ ચૂક્યું હતું.
ફૂલ જેવી કુમળી દીકરીને સાવ આટલી ઉંમરમાં મૌતને ભેટવું પડશે આ અંગે કોને ખબર હતી આ ઘટના દરેક માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો ગણી શકાય છે.નાના બાળકોનું તો ખાસ ખ્યાલ રાખવું જોઈએ કારણ કે તેઓને સમજ નથી હોતી આ વાત ફક્ત બાળકો પૂરતી સીમિત નથી રહેતી કારણ કે હાલના સમયમાં મોટા મોટા યુવા અવસ્થા ધરાવતા યુવાનો કે યુવતીઓ પણ આવી ભૂલ કરી બેઠતા હોય છે આથી જ દરેક વાલીઓએ પોતાના સંતાનોની ખાસ કાળજી લેવી જોઈએ.