ભાવનગરમાં મિત્ર જ બન્યો મિત્રનો કાળ !! 12 ધોરણમાં અભ્યાસ કરતા વિધાર્થીને તેના જ મિત્રોએ ગળું દબાવી હત્યા કરી, સ્નેપચેટ બન્યું હત્યાનું કારણ…
આખા ગુજરાત રાજ્યમાં જો વાત કરવામાં આવે તો રોજબરોજની રાજ્યમાં હત્યા આત્મહત્યા તથા ચોરીની અનેક એવી ઘટનાઓ બનતી હોય છે જેના વિશે જાણીને આપણે પણ ચોકી જ જતા હોઈએ છીએ.એવામાં ભાવનગર શહેરમાંથી એક ખુબ જ ચોંકાવનારી કહી શકાય તેવી ઘટના હાલ સામે આવી છે જેમાં મિત્રોએ મિત્રની હત્યા કરી નાખી હતી, આ ઘટના સામે આવતા સૌ કોઈની આંખો જ ફાટી ગઈ હતી, તો ચાલો મિત્રો આ પુરી ઘટના વિશે તમને જણાવી દઈએ.
ભાવનગર શહેરના પાનવાડીની પાસૅ આવેલ બજરંગદાસબાપા હોસ્પિટલ સામે આવેલ ફ્લાઇડમાં રહેતા રામ અશોકભાઈ ભટ્ટ નામના યુવકની હત્યા થઇ હોવાનું હાલ સામે આવ્યું છે. રામ રાત્રીના સમયે પોતાના મિત્રોને મળવા ગયો હતો જ્યા તે મોડી રાત્રી સુધી ઘરે પરત ન ફરતા માતા-પિતાને ચિંતા થતા તેઓએ ફોન કર્યો હતો જેને ઉઠાવીને રામે માતા-પિતાને જણાવ્યું હતું કે “મમ્મી હું સન્ની-ચેતન જોડે છું ચિંતા ન કરો” આટલું ખયાના થોડાક જ સમય બાદ રામનો ફોન સ્વીટ્ચ ઓફ આવવા લાગ્યો હતો.
વહેલી સવાર સુધી ઘરે પાછા ન આવતા રામના માતા પિતાએ પોલીસને જાણ કરી હતી જે બાદ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં રામનું મૃત શરીર મળી આવતા સૌ કોઈ ચોકી જ ઉઠ્યું હતું, એવામાં મૃતકના પિતા અશોકભાઈએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડતા જાણવા મળ્યું હતું કે રામનું મૃત્યુ ગળેટુંપોને લીધે થયું હતું.
આવી જાણ થતા પોલીસે વધારે તપાસ હાથ ધરી હતી જેમાં સામે આવ્યું હતું કે રામના મિત્રો સન્ની હાર્દિકભાઈ ત્રિવેદી અને ચેતનભાઈ વાઘેલાએ તેને ગળેટુંપો આપીને મૌતને ઘાટ નિપજાવ્યો હતો. હત્યા કરવા પાછળનું પણ કારણ બીજું કાંઈ નહીં પરંતુ સ્નેપચેટ હોવાનું હાલ સામે આવ્યું છે.
મૃતક રામના મિત્ર અકીલે જણાવ્યું હતું કે ચાર મહિના પેહલા જયારે રામની સ્નેપચેટ આઈડી નંબરના ચાર આંકડા ફેરફાર થઇ ગયા હતા જે જોતા તે નંબર સન્ની નો હોવાનું જાણ થતા અકીલ તથા રામ સન્નીના ઘરે ગયા હતા અને ત્યાં ઝગડો થયો હતો, આ વાતની ખુન્નસ રાખીને હત્યા કરવામાં આવી છે તેવું હાલ સામે આવ્યું છે. હાલ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે બંને આરોપીઓ વિરુદ્ધ 302 ની કલમ દાખલ કરવામાં આવી છે.