Gujarat

ભાવનગરના દંપતીનો જન્મો જનમનો સાથ રહી ગયો ! નિષ્કલંક મહાદેવથી દંપતી ઘરે આવી રહ્યું હતું ત્યારે જ બની આ દુઃખદ ઘટના…

તમને ખબર જ હશે કે મિત્રો હાલ સાતમ આઠમની રજાઓ ચાલી રહી છે, દિવાળી વેકેશન તથા ઉનાળુ વેકેશન બસ આ બંને વેકેશન વચ્ચેના સમયગાળામાં જો સૌથી વધારે રજાઓ અથવા તો મીની વેકેશન પણ કહી શકીએ તો તેવું આ શ્રાવણ માસની અંદર થાય છે કારણ કે આપણા રાજ્યની અંદર સાતમ આઠમના તહેવારનો ખુબ આનંદમય રીતે તેમ જ સારી રીતે ઉજવણી કરવામાં આવે છે.

તમને ખબર જ હશે કે આપણા રાજ્યના અનેક જિલ્લાઓમાં સાતમ આઠમના મેળા ભરાતા હોય છે જેમાં બોહળા પ્રમાણમાં લોકો આનંદ માણવા માટે ઉમટી પડતા હોય છે જ્યારે અનેક લોકો દરિયા અથવા તો બીજી કોઈ જગ્યાએ પોતાની આવી રજાનો સમય માણવા જતા હોય છે,એવામાં ભાવનગર શહેરમાંથી એક ખુબ જ દુઃખદ કહી શકાય તેવી ઘટના હાલ સામે આવી છે જેના વિશે જાણીને તમે પણ ભાવુક જ થઇ જશો.

જણાવી દઈએ કે ભાવનગર શહેરમાંથી આ ઘટના સામે આવી છે જેમાં આ દંપતી જ્યારે નિષ્કલંક મહાદેવ(કોળિયાક) મંદિરથી ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે એક બેફામ કાર ચાલકે દંપતીને અડફેટે લીધું હતું જેમાં પત્નીનું ઘટના સ્થળ પર જ પતિ સામે નિધન થયું હતું જ્યારે પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત તથા તેઓને તરત જ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યા હતા પરંતુ શું ખબર હતી કે પતિ પણ પોતાની પત્ની સાથે જ પોતાનું જીવન થશે.

સાવ ટૂંકી સારવારમાં જ પતિનું પણ નિધન તથા પરિવારજનો શોકમાં ગરકાવ થયા હતા, તહેવારના આનંદ પર જાને દુઃખની વાદળી પરિવાર પર વરસી હોય તેવી સ્થિતિ બની હતી. અમુક એહવાલ અનુસાર સામે આવ્યું છે કે મૃતક દંપતીનું નામ મનોજભાઈ જેન્તીભાઇ ડોડીયા તથા વીણાબેન મનોજભાઈ ડોડીયા હતા જે ભાવનગર શહેરના કાળીયાબીડના કબીર આશ્રમ નજીક રહેતા હતા. એવામાં દંપતીનુ આવી રીતે નિધન તથા વિસ્તાર ગમગીન થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!