ભાવનગર ના પટેલભાઈ એ બનાવ્યો છે અનોખો રેકોર્ડ 119 દેશો ફરી આવ્યા અને દરેક દેશ ની…
કહેવાય છે ને કે, આ જગતમાં અનેક એવા વ્યક્તિઓ હોય છે, જે બધાથી અલગ વ્યક્તિત્વ ધરાવતા હોય છે. આવા વ્યક્તિમાં અલગ જ પ્રકારનાં ગુણો હોય છે, જે બીજા વ્યક્તિઓ કરતા ખૂબ જ અનોખા હોય. સ્વાભાવિક છે કે, આ જગતમાં દરેક વ્યક્તિ ખાસ હોય છે. આજે અમે આપને એક એવા વ્યક્તિ જણાવીશું જેને 119દેશ ફરી લીધા અને પોતાના નામે એક રકોર્ડ બનાવ્યો છે. ચાલો આ વ્યક્તિ વિશે અમે આપને વધુ જણાવીએ.
ગુજરાત ની ધરા પર જન્મેલા અનેક મહાન વ્યક્તિઓ દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. આજે આપણે વાત કરીશું ગુજરાતના ભાવનગર જીલ્લાના ઘોઘા શહેરમાં 75 વર્ષના વૃદ્ધ વિશે તેઓ આજે નિવૃત જીવન જીવી રહ્યા છે, કે જેમણે દુનિયાના 192 માંથી 119 દેશ જોયેલા છે. ભારતની આઝાદીને લગભગ બે મહિનાની વાર હતી ત્યારે એટલે કે તા. 6/6/1947ના રોજ જુલિયસભાઈ જન્મેલા. ઇન્ડીયન ટ્રાન્સ્પોર્ટ મીનીસ્ટ્રી હેઠળ આવતી મર્ચન્ટ નેવીમાં નાવિક તરીકેની તાલીમ લઇને સી-મેન બુક પ્રાપ્ત કરી છે.
સી-મેન બુકમાં 33 શીપ અને 119 દેશોની મુસાફરીનો દસ્તાવેજી ઇતિહાસ અંકિત થયેલો છે. ગુજરાતમાં કદાચ જ કોઇ એવી વ્યક્તિ હશે જેણે એક સી-મેન તરીકે આટલા દેશોની સફર ખેડી હોય. 1970માં જહાજની પ્રથમ મુસાફરી જયંતિ શીપીંગના દેવરાય જયંતિ શીપમાં ભાવનગરથી મુંબઇ અને મુંબઇથી ગોવાની કરી હતી. વિશ્વભરમાં તેમણે અમેરીકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, યુએઇથી લઇને જાપાન સુધીના 119 દેશોમાં મુસાફરી કરી છે, અને વિશ્વ આખાના દરિયાઇ અને જમીની અનુભવો મેળવ્યા છે. જીવ સટોસટના અનેક અનુભવો કર્યા.
આખા વિશ્વના દરિયાઇ અને જમીની અનુભવો મેળવ્યા :એમનું કહેવું છે કે, ભાગ્યે જ વિશ્વનો એવો કોઇ દેશ હશે કે જેના સિક્કા મારી પાસે ન હોય.જુલિયસભાઇને સિક્કા સંગ્રહનો શોખ છે.મારી સીમેન બુકમાં આજે દરેક દેશની મુસાફરીની ડોક્યુમેન્ટરી નોંધ છે. ખરેખર આ એક ખૂબ જ સરહાનીય વાત કહેવાય. આવું ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જેને આટલા દેશો ફરી લીધા હશે.હજુ તેમની આ યાત્રા અવિરત ચાલું છે.