ગુજરાતના આ શહેર ના એક બે નહી ! 26 જેટલા વિદ્યાર્થી ઓ યુક્રેન મા ફસાયા છે, પરત આવતા સરકાર ને કરી રહ્યા છે અપીલ
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આખા વિશ્વમાં જ્યાં એક તરફ ત્રીજા વિશ્વ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે તેવામાં અનેક લોકોમાં ડરનો માહોલ છે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલ રશિયા યુક્રેન વિવાદ હવે ચરમ પર છે અને બંને દેશ વચ્ચે યુદ્ધ શરુ થઇ ચૂક્યું છે તેવામાં એક પછી એક બને દેશ એક બીજા પર ઘણા હુમલાવર છે અને મિસાઈલ તથા બૉંબ ના ધમાકાઓ વચ્ચે આખું વિશ્વ ધ્રુજી રહ્યું છે. આ ઘટનાને લઇને અનેક દેશ દ્વારા રશિયાના આ પગલાંને ખોટુ ઠરાવ્યું છે.
અમેરિકા સહીત યુરોપના અન્ય દેશો દ્વારા રશિયાને ઘણી ધમકી પણ આપવામાં આવી છે જેને લઈને વિશ્વ યુદ્ધની આશંકા છે આ ઘટાને ને લઈને આખું વિશ્વ બે ભાગમાં વહેંચાતું હોઈ તેવું લાગી રહ્યું છે ત્યારે એક તરફ રશિયા અને ચીન છે તો બીજી તરફ અમેરિકા અને નાટો દેશ છે પરંતુ અત્યાર ની વાસ્તવિકતા એ છેકે અમેરિકા અને અન્ય યુરોપિયન દેશો ફક્ત રશિયાને ધમકી આપી રહ્યા છે પરંતુ કોઈ પણ પોતાની સેનાને યુક્રેન મદદ માટે નથી મોકલી રહ્યું,
તેવામાં હવે રશિયાની વિશાળ સેના યુક્રેનમાં દાખલ થઇ ચુકી છે અને સર્વત્ર બોમ્બ વર્શા થઇ રહી છે. જો કે આ યુદ્ધની સૌથી વધુ અસર ત્યાંના આમ નાગરિકો પર પડી છે અને ખાસ કરીને ભારતના વિદ્યાર્થીઓ કે જેઓ યુક્રેનમાં ફસાયેલા છે તેમના પર પડી રહી છે આમ તો આખા દેશમાંથી અનેક વિધાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરે છે પરંતુ હાલમાં મળતી માહિતી અનુસાર ગુજરાત ના ભાવનગર ના 26 જેટલા વિધાર્થી હાલમાં યુક્રેનમાં ફસાયેલા છે.
યુક્રેનમાં ફસાયેલા આ વિધાર્થીઓ સરકાર પાસે મદદ માંગી રહ્યા છે જયારે ભારતમાં રહેતા તેમના માતા પિતા પણ ઘણી ચિંતામાં છે સૌ પ્રથમ જણાવી દઈએ કે ભારતથી ગયેલા આ વિધાર્થી માંથી મોટા ભાગના વિધાર્થીઓ યુક્રેનમાં એમબીબીએસ ની ડિગ્રી મેળવવા માટે ગયા છે. જો કે ખાસ વાત એ છેકે આપણા દેશમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ટકાવારી ના આધારે કોલેજોમાં પ્રવેશ મળે છે. પરંતુ યુક્રેનમાં આવું નથી અહીં દલાલ ને પૈસા આપવાથી તમારી સીટ કન્ફોર્મ થઇ શકે છે.
આ બાબત અંગે ખુલાસો કરતા એક શિક્ષકે જણાવ્યું કે આ પ્રક્રિયામાં દલાલને 10 ટકા કમિશન મળે છે. આ પ્રક્રિયા માં પહેલા વિધાર્થીએ 25 હજાર રૂપિયા નોંધણી ના ચૂકવવાના હોઈ છે. પછી અહીંની ફી પેટે 10 લાખ રૂપિયા ભરવાના હોઈ છે જે પૈકી 10 ટકા લેખે દલાલને 1 લાખ રૂપિયો મળે છે આમ ચારવર્ષની ફી જો રૂપિયા 25 લાખ હોઈ તો દલાલને 2.5 લાખ રૂપિયા મળે છે. પરંતુ અહીં જાણવાની વાત એ છેકે યુક્રેનની ઘણી કોલેજ એવી છે કે જેના દ્વારા આપવામાં આવેલ મેડિકલ ડિગ્રી ભારત સરકાર કે ગુજરાત સરકાર દ્વારા માન્યતા આપવામાં આવતી નથી.
જો કે હાલમાં લોકો યુક્રેન ભણવા જાય છે તે સત્ય છે અને બંને દેશ વચ્ચે યુદ્ધ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તે પણ ચિંતાજનક બાબત છે તેવામાં હવે ભારત સરકાર દ્વારા સામે આ યુદ્ધની વચ્ચે પોતાના નાગરિકો ને યુક્રેન માંથી કઈ રીતે બહાર કાઢવા અને સુરક્ષિત રીતે ભારત પહોંચાડવા તે સૌથી વધુ પડકારનું કામ છે કારક કે યુદ્ધના કારણે યુક્રેને પોતાનો હવાઈ માર્ગ બંધ કરી દીધો છે અને પ્લેન દ્વારા વિદ્યાર્થીઓ ને લાવતા હવામાં મિસાઈલ નો ખતરો પણ છે.
જો વાત કરીએ ભાવનગર માં વસતા માતા પિતા અંગે કે જેમના સંતાનો યુક્રેનમાં ફસાયેલા છે તે અંગે તો યુક્રેનના ચર્નિવિત્સિ શહેરમાં બુકોવેનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં ભાવનગરના 25 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહેલી ભાવનગરની પ્રાપ્તિ કામદારે જણાવ્યું હતું કે ભાવનગરના 26 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. 10મી ફેબ્રુઆરી સુધી અમારી કોલેજ ચાલુ હતી અને ત્યારબાદ ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. અત્યારે અમે જ્યાં રહીએ છીએ તે શહેરમાં પણ માર્શલ લો લાગુ પડી ગયો છે તેના કારણે બહાર આવવા જવામાં તકલીફ છે તથા તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે અને પાણીની પણ અછત છે. થોડા સમયમાં વીજળી પણ ચાલી જવાની શક્યતાઓ સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે જેના કારણે સંદેશાવ્યવહારના ઉપકરણો ક્યાં સુધી ચાલુ રહેશે તેની પણ ચિંતા અમોને સતાવી રહી છે.
પ્રાપ્તિ કામદારના પિતા અને આંબાવાડી ભાવનગર ખાતે રહેતા જયેશભાઇ ચંદુભાઈ કામદારે જણાવ્યું હતું કે અમે લોકો સવારથી ટીવી ન્યુઝમાં બોમ્બ બ્લાસ્ટના સમાચાર જોઈ રહ્યા છીએ ત્યારથી એમને ચિંતા થાય છે. જોકે અમારી દીકરી જે શહેરમાં રહીને ભણે છે તે શહેર બનાવના સ્થાનથી દૂર છે છતાં ક્યારે આ શહેરો પર પણ હુમલો થાય તેની કોઈ ગેરંટી હોતી નથી. ભારત સરકાર દ્વારા અત્યાર સુધી અમોને કોઈ મદદ કરવામાં આવી નથી તથા કોઈએ અમારો સંપર્ક કર્યો નથી. ભારતથી પૈસા ટ્રાન્સફર કરવાની પદ્ધતિ પણ બંધ થઈ ચૂકી છે જેના કારણે વિદ્યાર્થીઓ પાસે મર્યાદિત પૈસા બચ્યા છે.
ભાવનગરના વડવા સિદીવાડમાં રહેતા અને ઝીલ પાનની દુકાન ચલાવતાં હમિદભાઈ શેખના પુત્ર સહેજાન પણ યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. હમીદભાઇના જણાવ્યા પ્રમાણે અમારા કુટુંબની આર્થિક પરિસ્થિતિ સામાન્ય છે છતાં બેંકલોન લઈને પણ દીકરાને ડોક્ટર બનાવવા માટે યુક્રેનમાં મોકલેલો છે. રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાના દ્રશ્યો જોઈને હવે શું થશે તેની ચિંતા સતત થઈ રહી છે. સરકાર દ્વારા કોઇ વ્યવસ્થા ગોઠવી અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને સ્વગૃહે પરત લાવવા માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
ભાવનગરમાં જોગીવાડની ટાંકી નજીક રહેતા અશફાક હફીઝુલ્લાખાન ચર્નિવિત્સિ શહેરમાં રહીને બૂકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે, અશફાકે ફોન પર જણાવ્યું હતું કે હાલ યુક્રેનમાં થયેલા હુમલાનું સ્થળ અમે જ્યાં રહીએ છીએ ત્યાંથી દૂર છે પરંતુ આ હુમલા વિસ્તરી અને અમારા શહેર સુધી ક્યારે આવી જાય તેનું કોઈ નક્કી નથી, અમે ભાવનગર આવવા માટે 26મી તારીખની કતાર એરવેઝની ટિકિટ પણ લીધી હતી પરંતુ હવે ફ્લાઇટ રદ થઈ ચૂકી છે અને અમે લોકો ક્યારે ભાવનગર પહોંચી શકીશું એનું કાંઈ નક્કી નથી.
અશફાકના પિતા હફિઝુલ્લાભાઈના જણાવ્યા પ્રમાણે અમે લોકો મૂળ ઉત્તરપ્રદેશના છીએ પરંતુ કામ ધંધા માટે ભાવનગર વર્ષોથી સેટ થયેલા છીએ, મારો પુત્ર પહેલેથી જ અભ્યાસમાં ઉજ્જવળ કારકિર્દી ધરાવતો હતો. પુત્ર ડોકટર બની જાય તેવા સપના સાથે તેને યુક્રેનમાં ભણવા માટે મોકલ્યો છે પરંતુ ત્યાં યુદ્ધની સ્થિતિનું નિર્માણ થતા મારો આખો પરિવાર દિવસ-રાત ચિંતા કરી રહ્યો છે. દરમિયાનમાં તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ તળાજાના પાવઠી ગામના વિદ્યાર્થી હર્ષિલ ઝીંઝાળા યુક્રેનમાં ફસાયો હોય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને આ મામલે જરૂરી કાર્યવાહી સત્વરે કરવા ભલામણ કરી છે.
તેવામાં ભારત સરકાર દ્વારા યુક્રેનમાં વસતા ભારતીયો ને યુક્રેનનો પૂર્વ ભાગ છોડીને પશ્ચિમ તરફ જવા અને શક્ય હોઈ તો આસ પાસના દેશોમાં જવાની સૂચના આપવામાં આવી છે ઉપરાંત પાસપોર્ટ અને અન્ય વસ્તુઓ લઈને તૈયાર રહેવા માટે કહ્યું છે. અને તક મળતા તરતજ તમામ લોકોને બહાર કાઢવામાં આવશે તેવું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે.
જો વાત આ ભયાનક યુદ્ધ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ યુદ્ધની અસર આખા વિશ્વમાં જોવા મળી છે એક તરફ વિશ્વ બજારો પડી ભાંગ્યા છે. જયારે સૌથી વધુ ખરાબ અસર યુક્રેનને પહોંચી છે અહીં હાલમાં દેશ છોડવા માટે રસ્તાઓ પર લાંબી લાઈન લાગી રહી છે એટીએમ માં લોકો પૈસા કાઢવા માટે કતાર લગાવી છે અને જો વાત મોલ અંગે કરીએ તો જીવન જરૂરી વસ્તુઓ ના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેવામાં લોકો ને ઓછા પૈસાએ વધુ મોંઘવારી નો સામનો કરવો પડી રહ્યો છે ઉપરાંત પીવાના પાણી અને ઈલેક્ટ્રીસીટી ની પણ સમસ્યા ઉભી થતી જોવા મળી રહી છે.